ક્રાઈમ:વાવમાં કેશરકૃપા સોસાયટીમાં ચાર બંધ મકાનોના તાળાં તૂંટ્યા

વાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે મકાનોમાંથી 31 હજાર રોકડ,સોનાની બુટી અને ચાંદીના દાગીના ચોરાયા

કેશરકૃપા સોસાયટીમાં તસ્કરો ત્રાટકી 4 બંધ મકાનોના તાળાં તોડી અંદર પ્રવેશ કરી બે મકાનોમાંથી 31500 હજાર રોકડ તેમજ એક સોનાની બુટી અને ચાંદીના કડાની ચોરી કરી જતા વાવ પોલીસને લેખિત રજુઆત કરતા વાવ પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

વાવ-ઢીમા ત્રણ રસ્તા નજીક આવેલ કેશરકૃપા સોસાયટીમાં રહેતા રમેશભાઈ રવજીભાઈ સુથાર પોતાના મકાનને સાંજે લોક કરી પોતાના વતન માડકા ગામે ગયેલ હતા. તેનો લાભ લઈ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી તિજોરીનું તાળું તોડી અંદર પડેલ 30 હજાર રોકડ તેમજ એક સોનાની બુટી તેમજ મિતલબેન પટેલના બંધ મકાનમાંથી રૂ.1500 રોકડા તેમજ 5 હજારની કિંમતના ચાંદીના કડાની ચોરી કરી હતી. આ ઉપરાંત સુજાજી વેજીયા અને હસમુખભાઈ રાણાના મકાનના પણ તાળાં તોડ્યા હતા. પણ ત્યાં ફોગટનો ફેરો પડ્યો હતો. 1 સાથે ચાર બંધ મકાનોના તાળાં તૂટતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...