આપઘાત:સવપુરામાં ત્રણ વર્ષના પુત્રની માતાએ વહેમીલા પતિના ત્રાસથી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિ સહિત સાસરિયાંના ચાર સામે દુષ્પ્રેરણનો ગૂનો નોંધાયો

વાવ તાલુકાના સવપુરા ગામે ત્રણ વર્ષના પુત્રની માતાએ સાસરિયાઓ તેમજ વહેમીલા પતિના ત્રાસથી કંટાળી ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. થરાદના ઘોડાસર ગામની સોનલબેન પ્રહલાદભાઈ પંડ્યાના પાંચ વર્ષ અગાઉ વાવના સવપુરા ગામે ચેતનકુમાર ઉર્ફે ચેલાભાઈ પંડ્યા સાથે થયા હતા તેમને ત્રણ વર્ષનો મયુર નામે પુત્ર પણ છે. સોનલબેન પર પતિ ચેતનકુમાર વહેમ રાખી તેના પરિવારની ચડામણીથી અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હતો.

જેને લઈ સોનલબેને ઘરે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સોનલબેનના પિતા પ્રહલાદભાઈ પંડ્યાએ વાવ પોલીસ મથકે વર્ષાબેન દલપતભાઈ પંડ્યા, ધર્મીબેન પ્રભુરામભાઈ પંડ્યા, પ્રભુરામભાઈ પીરાજી પંડ્યા અને ચેતનકુમાર ઉર્ફે ચેલાભાઈ પ્રભુરામભાઈ પંડ્યા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મરવા માટે મજબુર કર્યાનો ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સોનલબેને અગાઉ પોલીસને અરજી કરી હતી
એપ્રિલ માસમાં પણ સોનલને પિતાના ઘરે મૂકી દીધી હતી જેને લઈ સોનલબેને પોલીસ અધિક્ષક પાલનપુર તેમજ મહિલા પોલીસને અરજી પણ કરી હતી જેને લઈ લેખિત બાંહેધરી આપી સોનલને સાસરે તેડી ગયા હતા .

અન્ય સમાચારો પણ છે...