કથાનું આયોજન:કળિયુગથી બચવા દેવી-દેવતાઓએ ગૌમાતાના શરીરમાં વાસ કર્યો : સાધ્વી નિષ્ઠા ગોપાલ દીદીજી

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવમાં કપિલેશ્વર ગૌશાળાના લાભાર્થે ગૌ કથાનું આયોજન કરાયું

વાવમાં શ્રી કપિલેશ્વર ગૌશાળાના લાભાર્થે ગૌ કથાનું શ્રી દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજન કર્યું છે. મોટી સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે. વાવમાં શ્રી કપિલેશ્વર ગૌશાળાના લાભાર્થે ગૌ કથાનું આયોજન શ્રી દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે. ગૌ કથાનું રસપાન કરાવતા પ.પૂ.સાધ્વી નિષ્ઠા ગોપાલ દીદીજીએ કથાનું રસપાન કરાવતાં જણાવ્યું હતું કે ‘કળિયુગનો પ્રભાવ વધતા કળિયુગથી બચવા માટે તેત્રીસ કરોડ દેવી-દેવતાઓને ગૌ માતાના શરીરમાં વાસ કરવો પડ્યો હતો.

અપવિત્રને પવિત્ર કરે તે ગૌ માતા છે. તિલક એ હિન્દુની પહેચાન છે . ગોબરમાં લક્ષ્મીજી અને ગૌમૂત્રમાં ગંગા માતાનો વાસ છે ગોબર અને ગૌ મૂત્ર પવિત્ર છે. દેવોના કામમાં પહેલા તેનો ઉપયોગ થાય છે. ક્રોધ ખતરનાક હોય છે માણસે ક્રોધ ન કરવો જોઈએ. ગૌ કથાથી શાંતિ મળે છે. જગતજનની ગૌ માતા છે. સત્સંગ ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. ગૌ માતાની સેવા કરવી જોઈએ. જે પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...