તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ જપ્ત:તખતપુરા પાસેથી દારૂ ભરેલી ઇકો સાથે ચાર શખ્સ ઝડપાયા

વાવ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

તખતપુરા પાસેથી દારૂ ભરેલી ઇકો સાથે ચાર શખ્સને પોલીસે ઝડપી લીધા હતા.

પાલનપુર એલસીબી પોલીસ સ્ટાફ સાથે રવિવારે વાવ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. ત્યારે વાવના તખતપુરા ગામ પાસેથી જીજે-12-ઇઇ-3793 નંબરની ઇકો ગાડીને શકના આધારે પકડી તપાસ કરતા ઇકો ગાડીમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની 246 બોટલ જેની કિંમત રૂપિયા 38,376, મોબાઈલ નંગ-2 કિંમત રૂ.7000 અને 3 લાખની ગાડી મળી કુલ રૂ.3,45,376ના મુદ્દામાલ સાથે બાબુભાઇ નારણભાઇ મહેશ્વરી (રહે.ભચાઉ કચ્છ), હિતેશભાઈ રતનભાઈ મહેશ્વરી (રહે.ભચાઉ કચ્છ), કિરણસિંહ મનુભા જાડેજા (રહે.નાંદા,રાપર કચ્છ) અને પ્રવીણદાસ તલકદાસ સાધુ (રહે.ઢીમા,તા.વાવ)ને પકડી પોલીસે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...