તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાવ અને સુઇગામના 18 ગામોના ખેડૂતો કેનાલના પાણીથી વંચિત

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાલ નવી નહીં બનાવી આપવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર

વાવ-સુઇગામ તાલુકાના 18 જેટલા ગામોને નર્મદા કેનાલનું પાણી મળતું નથી. જેને લઈ ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે અને ખેડૂતો ગામડે-ગામડે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. ખેડૂતોએ જો નવી પાકી કેનાલ બનાવી અમને પાણી આપવામાં નહિ આવે તો આવનારી ચૂંટણીઓમાં બહિષ્કાર કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. વાવ સુઇગામ તાલુકાના 18 જેટલા ગામો કેનાલના પાણીથી વંચિત રહેતા અગાઉ વાવના એડવોકેટ એન.આર.આશલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર પણ લખ્યો હતો.

જ્યારે હવે ખેડૂતો ગામડે ગામડે બેઠકો કરી રહ્યા છે. તાજેતરમાં વાવના જાનાવાડા ગામે ખેડૂતોની બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર આ 18 ગામોના ખેડૂતો માટે નવી પાકી કેનાલ આપે તેવી અમારી માંગણી છે. જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેમ છતાં નહિ માને તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની 2022ની વિધાનસભાની ચૂંટણીનો પણ ખેડૂતો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

કયા ગામોનો સમાવેશ
વાવ તાલુકાના ભડવેલ, ધરાધરા, દેથળી, જાનાવાડા, ભાંણખોડ, સવપુરા, રામપુરા, બાહિસરા, સુઇગામ તાલુકાના સુઇગામ, ખડોલ, કુંભારખા, સેડવ, લિબોણી, માધપુરા, મોતીપુરા, બેણપ વગેરે ગામોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...