બોધ:દીકરા-દીકરીમાં ભેદભાવ ન રાખો, પશુ પણ બચ્ચાઓમાં ભેદભાવ રાખતા નથી: સાધ્વી નિષ્ઠા ગોપાલ દીદીજી

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવમં ગૌશાળાના લાભાર્થે દિવ્ય ગૌ કથામાં કથાનું રસપાન કરાવતા સાધ્વી

વાવમાં કપિલેશ્વર ગૌશાળાના લાભાર્થે શ્રી દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચાલતી દિવ્ય ગૌ કથામાં કથાનું રસપાન કરાવતાં સાધ્વી નિષ્ઠા ગોપાલ દીદીજીએ કહ્યું હતું કે દીકરા-દિકરીમાં ભેદભાવ મત રાખો, પશુઓ પણ પોતાના બચ્ચાઓમાં ભેદભાવ રાખતા નથી.દિકરો આવશે તો વંશ તારશે એક બેટો એક કૂળ તારશે પણ બેટી ત્રણ કૂળ તારશે. વૃદ્ધ થશો ત્યારે બેટી સેવા કરશે પુત્રી લક્ષ્મીનો અવતાર છે, દીકરા-દિકરીમાં ભેદભાવ મત રાખો.’

વાવમાં કપિલેશ્વર ગૌશાળાના લાભાર્થે શ્રી દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચાલતી દિવ્ય ગૌ કથામાં કથાનું રસપાન કરાવતાં પ.પૂ.સાધ્વી નિષ્ઠા ગોપાલ દીદીજીએ કહ્યું હતું કે ‘દીકરા-દિકરીમાં ભેદભાવ મત રાખો, પશુઓ પણ પોતાના બચ્ચાઓમાં ભેદભાવ રાખતા નથી. બંનેને દૂધ પીવડાવે છે જ્યારે માણસ ભેદભાવ રાખે છે બેટો વાલો હોય પણ બેટી કામ આવશે.

બેટીઓને બોજ સમજવાની ભૂલ મત કરો ભ્રુણ ગર્ભમાં હત્યા કરવાનું પાપ મત કરો, ભ્રુણ હત્યા કરનાર નારીને ભૂત બનીને ભટકવું પડે છે તેને નરકમાં પણ જગ્યા મળતી નથી, ક્યાંય ગર્ભમાં તો ક્યાંક મંદિરોમાં કે કચરામાં નાખી દે છે, દુષ્ટ માતાઓ પરિવારના દબાવના કારણે માતાઓ આવા કૃત્યો કરે છે. નારી હી નારીની દુશ્મન બની બેઠી છે, દિકરો આવશે તો વંશ તારશે એક બેટો એક કૂળ તારશે પણ બેટી ત્રણ કૂળ તારશે. વૃદ્ધ થશો ત્યારે બેટી સેવા કરશે પુત્રી લક્ષ્મીનો અવતાર છે, દીકરા-દિકરીમાં ભેદભાવ મત રાખો.’

અન્ય સમાચારો પણ છે...