ખેડૂતોની હાલત કફોડી:વાવની બાલુત્રી માઇનોર-2માં પડેલ ગાબડાં રિપેરીંગ કરી પાણી આપવા ખેડૂતોની માંગ

વાવ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાલુત્રી માઇનોર-2માં પડેલ ગાબડાં રિપેરીંગ કરી પાણી આપવા ખેડૂતોની માંગ કરાઇ છે. તસવીર-રાણાજી વેજીયા - Divya Bhaskar
બાલુત્રી માઇનોર-2માં પડેલ ગાબડાં રિપેરીંગ કરી પાણી આપવા ખેડૂતોની માંગ કરાઇ છે. તસવીર-રાણાજી વેજીયા
  • શિયાળુ સીઝનમાં ખેડૂતોને પાણી નહીં મળતાં ખેડૂતોની હાલત કફોડી બની

વાવ તાલુકાના બાલુત્રી ગામની બાલુત્રી માઇનોર-2માં છેલ્લા કેટલાય સમયથી પડેલ ત્રણ જગ્યાએ ગાબડાં રિપેરીંગ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. શિયાળુ સીઝનમાં ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

બાલુત્રી માઇનોર-2ના ખેડૂતોએ જણાવ્યું હતું કે આ કેનાલમાં હલકી ગુણવંતાનું કામ કરવામાં આવ્યું છે. જેને લઈ કેનાલ તૂટી જાય છે. ત્રણ જગ્યાએ કેનાલ તૂટેલી છે તે રિપેરીંગ કરવામાં આવતી નથી. કેનાલની સફાઈ પણ કરવામાં આવી નથી, કેનાલમાં પાણી ન મળતું હોઇ ખેડૂતોની હાલત કફોડી બની છે. જેને લઈ સત્વરે કેનાલ રિપેરીંગ કરી પાણી છોડવામાં આવે તેવી અમારી માંગ છે.

આ અંગે બાલુત્રી ગામના સરપંચ માધાભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘બાલુત્રી માઇનોર 1 અને 2માં લાઇનિંગનું કામ બાકી છે, નર્મદા કેનાલના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કામગીરી પૂર્ણ કરી નથી.’

અન્ય સમાચારો પણ છે...