રજૂઆત:વાવ,થરાદ,સુઇગામ,ભાભરની કેનાલોમાં પાણી છોડવા માંગ

વાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઇ

સરહદી પંથકમાં કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી કિસાન સંઘ દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત રજુઆત કરાઇ હતી. વાવ, થરાદ, સુઇગામ, ભાભર વિસ્તારની કેનાલોમાં પાણી છોડવા કિસાન સંઘ દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે હાલ સરહદી પંથકમાં વરસાદ ખેચાતાં વાવ, થરાદ, સુઇગામ અને ભાભર વિસ્તારમાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

પશુઓ માટે ઘાસચારો પણ નથી. જેને લઈ સત્વરે બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં આવે તેમજ લાઈટ જે 10 કલાક આપવામાં આવે છે તેમાં ખેડૂતોને ખેતરના શેઢા સુધી પાણી પહોંચતું નથી અને ટેપીંગ થઇ જાય છે. જેથી ખેડૂતોને પૂરતો પાવર મળે તેવી વ્યવસ્થા કરવા વધુમાં ગુજરાત સરકારે ખેડૂતો માટે બીજા જિલ્લાઓમાં દિવસે થ્રિફેજ લાઈટ ચાલુ કરેલ છે તે વાવ, થરાદમાં પણ આપવામાં આવે, આ વિસ્તાર બોર્ડરને અડીને આવેલ હોવાથી દિવસે લાઈટ આપવામાં આવે તેવી માંગ કરી હતી.’

અન્ય સમાચારો પણ છે...