તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:વાવને નિયમિત અને પૂરતું પીવાનું પાણી આપવા માંગ

વાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાવ ગ્રામ પંચાયત દ્રારા થરાદ પ્રાંત અધિકારીને વાવ ગામને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પ્રેસરથી પીવાનું પાણી આપવા તેમજ ટેન્કર દ્રારા પશુઓના હવાડા ભરવા લેખિત રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી વાવ ગામે અનિયમિત અને પૂરતા પ્રમાણમાં પ્રેસરથી પાણી મળતું નથી. વાવ ગામના મોટા વિસ્તારોમાં ગ્રામ પંચાયતની લાઇન અને વાલ્વ કાયમ માટે અગાઉની જેમ વ્યવસ્થિત છે છતાં પાણી પુરવઠા દ્વારા વાવ ગ્રામ પંચાયતના મેનેજમેન્ટની ભૂલ કાઢે છે. જેને લઈ વાવ ગામે પ્રેસરથી પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે અને રખડતા પશુઓ માટે હોજ હવાડા પાણીના ટેન્કરથી ભરવામાં આવે તો આવા ઉનાળામાં નહેર બંધ હોવાથી પાણીની તરસ છીપાવી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...