તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વાવ-સુઇગામના 18 ગામડાને સિંચાઈનું પાણી આપવા માંગ

વાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને સિંચાઈના પાણીની સગવડ કરી આપવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

વાવ-સુઇગામ તાલુકાના 18 જેટલા ગામોના વિસ્તારને જે તે વખતના અધિકારીઓ દ્વારા આ વિસ્તાર કમાન્ડ એરિયામાં આવતો હોવા છતાં અનકમાન્ડ એરિયામાં દર્શાવીને સિંચાઈના પાણીથી વંચિત રાખવામાં આવેલ હોઈ આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણી આપવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

વાવના એડવોકેટ એન.આર. આશલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, વેજપુર માઇનોર કેનાલ અને મોરિખા માઇનોર કેનાલ વચ્ચે 15 કિ.મી. પહોળાઈના વિસ્તારમાં સિંચાઈના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી. જે તે સમયના અધિકારીઓ દ્વારા કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ નિર્ણય લઈને અભણ અને ગરીબ ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે. ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રાખી અન્યાય કર્યો છે, નકશાને સાઈડમાં મૂકી લાગવગ અને વગદાર ખેડૂતોને મનમાની રીતે માઇનોર કેનાલ અને અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇનની વ્યવસ્થા કરી આપી છે. 18 જેટલા ગામોને આજદિન સુધી સિંચાઈનું પાણી મળ્યું નથી.

આ વિસ્તાર નિચાણવાળો હોવા છતાં અધિકારીઓએ આ વિસ્તારને ઊંચાણવાળો અનકમાન્ડ દર્શાવી સિંચાઈના પાણીથી વંચિત રાખેલ છે. મુખ્ય કેનાલમાંથી બીયોક અને દેવપુરા વચ્ચે બ્રાન્ચ કેનાલનું નાકુ મુકેલ છે પરંતુ તેનું કામ આજ દિવસ સુધી કરવામાં આવેલ નથી.જેથી ગામો પાણીથી વંચિત રહી ગયા છે. સિંચાઇનું પાણી ન મળતું હોઇ કોઈ સીઝન લઈ શકતા નથી જેને લઈ નુકશાન થઇ રહેલ છે.

ભડવેલ, ધરાધરા, દેથળી, જણાવાડા, ભાંણખોડ, સવપુરા, રામપુરા, બાહિસરા,સુઇગામ તાલુકાના ખડોલ, કુંભરખા, સેડવ, બેણપ, માનગઢ, દુધવા, લીંબોણી અને સુઇગામ, માધપુરા, મોતીપુરા વગેરે ગામોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...