તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બનાસકાંઠામાં ઘાસડેપો,પાણી,રોજગારી અને ખેડૂતોને સહાય જાહેર કરવા માંગ

વાવ, ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરવા ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇની સીએમને રજૂઆત

બનાસકાંઠામાં નહિવત વરસાદના કારણે અબોલ પશુઓ સહિત ખેડૂતો હાલમાં ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ થતાં ધરતીપુત્રો સહિત અબોલ પશુઓ ભારે હાડમારી વેઠી રહ્યાં છે. ખેડૂતોએ સારા વરસાદની આશાએ મોંઘા બિયારણ અને પેટ્રોલ-ડીઝલની માર વચ્ચે પણ વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ ન થતા ખેડૂતોનો પાક બળી જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ત્યારે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત આગેવાન ગોવાભાઇ રબારીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ બનાસકાંઠામાં ચોમાસાની સિઝનમાં વરસાદ ન થતાં ડીસા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી તેમજ ગૌશાળા, પાંજરાપોળ અને રખડતા પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ઉભી થઇ છે.

જેથી પશુઓને જીવાડવા મુશ્કેલ બન્યાં છે. આથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી ગૌશાળા, પાંજરાપોળ અને રખડતા પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે. આ ઉપરાંત અછતના નિયમો પ્રમાણે ખેડૂતોને યોગ્ય સહાય, પશુઓ માટે ઘાસડેપો તેમજ જરૂરિયાતમંદ લોકોને રોજગારી તેમજ પીવાના પાણીની તાત્કાલિક અસરથી વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે.

વાવની ગૌશાળાઓ, પાંજરાપોળોની હાલત કફોડી, ઘાસચારો મળતો નથી : સંચાલકો

સરહદી વાવ પંથકમાં ચાલુ સાલે વરસાદ ન પડતા ખેડૂતોની હાલત તો કફોડી બની છે પણ ગૌશાળાઓ, પાંજરાપોળોના સંચાલકોની હાલત પણ કફોડી બની છે. રૂપિયા આપતા પણ પશુઓ માટે લીલો તો શું સુકો ઘાસચારો પણ મળતો નથી. પશુઓનો નિભાવ કેવી રીતે કરવો તે એક મોટો પશ્ન બન્યો છે.

વાવ તાલુકામાં 14 રજીસ્ટ્રેશનવાળી ગૌશાળાઓ અને 2 પાંજરાપોળમાં 5625 પશુધન છે. રજીસ્ટ્રેશન વગર તેમજ રખડતા પશુઓ મળી હજારો પશુઓ માટે ઘાસચારો, પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો છે. કપિલેશ્વર મહાદેવ ગૌશાળાના હેમરાજભાઈ દેસાઈએ જણાવ્યું કે ‘વરસાદ ન હોઈ ક્યાંક ઘાસ ઊગ્યું નથી, પશુઓને ક્યાં ચરાવવા લઇ જવા, ગૌશાળામાં જ રાખવા પડે છે એટલે ઘાસની વધુ જરૂર પડે છે.’રાયમલભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ‘લીલો ઘાસચારો 50 રૂપિયે 20 કિલો ઘાસ મળે છે. હાલ પશુઓ માટે સાબરકાંઠામાંથી 20 કિલોના 130ના ભાવની ઘાસની ઘાંસડી લાવી છે.

અન્ય સમાચારો પણ છે...