રજૂઆત:દૈયપમાં પૂરતો વીજપુરવઠો આપવા માંગ, વાવ યુજીવીસીએલના નાયબ ઈજનેરને લેખિત રજૂઆત કરાઇ

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાવ તાલુકાના દૈયપ ગામના ગામલોકો પૂરતો વીજ પુરવઠો ન મળતા હાલાકી ભોગવી રહ્યા છે. જેને લઈ વાવ યુજીવીસીએલ નાયબ ઈજનેરને બુધવારે લેખિત રજૂઆત કરી સમસ્યાનો સત્વરે કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી. વાવ તાલુકાના દૈયપ ગામલોકો બુધવારે બપોરે વાવ યુજીવીસીએલ નાયબ ઇજનેરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ‘દૈયપ ગામના ખેડૂતોને ખેતીવાડીની બોર-કુવાના વીજ કનેક્શન તથા ધરવપરાશના કનેકશનોમાં વીજ જોડાણમાં પાવર આપવામાં આવતો નથી. આકોલી ફીડર સતત ફોલ્ટમાં રહે છે તેવું હેલ્પરો દ્વારા જણાવવામાં આવે છે.

આ ફીડરની લાઇનની લંબાઈ વધુ હોવાથી ફોલ્ટ થવાના પ્રશ્નો રહે છે પાવર મળે ત્યારે લોડ ઓછો હોવાના કારણે મોટરો સ્ટાર્ટર બળવાની ઘટનાઓ બને છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડે છે. જેને લઈ સત્વરે કાયમી ધોરણે પૂરતો વીજપુરવઠો મળી રહે તેવી માંગ કરી હતી. વાવના માલસણ ફીડર, સપ્રેડા ફીડર અને હવે આકોલી ફીડરમાં પૂરતો વીજ પુરવઠો ન મળતા અગાઉ પણ ઢીમા, વાવ, ચાંદરવા, માલસણ ગામના ખેડૂતોએ પણ લેખિત રજૂઆતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...