દહેશત:દીપડાનો રાજસ્થાનના સાંચોર પંથકમાં પણ આતંક યથાવત, વધુ એક વ્યક્તિ પર હુમલો

વાવ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાછેલા ગામની સીમમાં દીપડાએ હુમલો કરતાં ઘાયેલ થયેલ વ્યક્તિ - Divya Bhaskar
કાછેલા ગામની સીમમાં દીપડાએ હુમલો કરતાં ઘાયેલ થયેલ વ્યક્તિ
  • રાજસ્થાનના વનમંત્રી દીપડો આવ્યાની જાણ થતાં સરવણા સીમમાં દોડી આવ્યા હતા

પંથકમાં દીપડાએ આતંક મચાવ્યા બાદ દીપડાએ પાડોશી રાજ્ય રાજસ્થાનના સાંચોર પંથકમાં ઘુસી જતા બે દિવસમાં કુલ ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરી ઘાયલ કર્યા છે. ઘટનાને પગલે રાજસ્થાનના વનમંત્રી સરવણા સીમમાં દોડી પરિસ્થિતિનો તાગ મેળવી વનવિભાગ સાથે ચર્ચા કરી દીપડાને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

બનાસકાંઠાના વાવ પંથકમાંથી દીપડો રાજસ્થાનના સાંચોર તાલુકાના સરવણા ગામે બે વ્યક્તિઓ પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી સરવણાથી દીપડો કાછેલા ગામની સીમમાં પણ એક વ્યક્તિ પર હુમલો કરી ઇજાઓ કરી આતંક મચાવી રહ્યો છે. જેને લઈ રાજસ્થાનના સાંચોરના ધારાસભ્ય અને વનમંત્રી સુખરામ વિશ્નોઇ પણ સરવણા ગામની સીમમાં દોડી આવી પરિસ્થિતિનો તાગ મેળવી વનવિભાગ સાથે ચર્ચા કરી દીપડાને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા અને ગામલોકોને દીપડા નજીક ન જવા અને ઘરોમાં સુરક્ષિત રહેવા અનિરોધ કર્યો હતો. દીપડાને પકડવા માટે બનાસકાંઠામાં ઘણા પ્રયત્નો કર્યા હતા. જો કે દીપડો હાથ લાગ્યો ન હતો અને રાજસ્થાનની સીમમાં પ્રવેશી ત્યાં હુમલા કરતાં દહેશત ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...