દીપડાનો ત્રાસ:સરવાણાની સીમમાં દીપડાએ બે ખેડૂતો પર હુમલો કરતાં ઘાયલ

વાવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનમાં દીપડાએ બે ખેડૂતોને ઘાયલ કર્યા હતા. - Divya Bhaskar
રાજસ્થાનમાં દીપડાએ બે ખેડૂતોને ઘાયલ કર્યા હતા.
  • ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ દીપડાનો આતંક
  • વાવ-રાજસ્થાન સરહદ નજીક દૈયપ ગામ નજીક વનવિભાગએ પહેરો રાખ્યો

વાવ પંથકમાં એક અઠવાડિયું આતંક મચાવી પાંચ લોકોને ઘાયલ કરી દીપડો પાડોશી રાજ્ય રાજસ્થાનની સીમમાં જતો રહ્યો છે. જ્યાં પણ દીપડાએ આતંક મચાવતા બે ખેડૂતો પર હુમલો કરી ઘાયલ કર્યા છે. વાવ પંથકમાં એક અઠવાડિયું આતંક મચાવનાર દીપડાને વનવિભાગ પકડવામાં નિષ્ફળ નીવડ્યું હતું. દૈયપ સીમમાં દીપડાને વનવિભાગ દ્વારા બેભાન કરવા પાલનપુર વન વિભાગની ટીમ દ્વારા ટ્રેનક્યુલાઇજર ગન વડે ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતું. જોકે દીપડો બેભાન અવસ્થામાં છટકી રાજસ્થાનના સીમાડામાં વાંક દાંતીયાની સીમમાંથી સરવાણા ગામની સીમમાં પહોંચ્યો હતો. જ્યાં બે ખેડૂતો પર હુમલો કરી ઘાયલ પણ કર્યા છે. જેને લઇ ત્યાં પણ ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે.

દીપડાને પકડવામાં વન વિભાગ વામણું પુરવાર થયું
વાવ પંથકમાં દીપડો એક અઠવાડિયું રહી પાંચ લોકોને ઘાયલ કરી ગયો વનવિભાગ દ્વારા તેને બેભાન કરવા ઇન્જેક્શન આપ્યું છતાં દીપડો છટકી રાજસ્થાન સીમામાં લોકો પર હુમલા કરી રહ્યો છે. જો વાવ પંથકમાં દીપડો પકડાઇ ગયો હોત તો પાડોશી રાજસ્થાનમાં લોકો પર હુમલા ન કરત ને લોકો સુરક્ષિત રહેતા.

બનાસકાંઠા વનવિભાગનો સરહદ પર પહેરો ગોઠવ્યો
દીપડો વાવ પંથકમાંથી રાજસ્થાનની સીમામાં જતો રહ્યો હોઇ વનવિભાગે રાહતનો દમ લીધો છે અને દીપડો રાજસ્થાન સીમામાંથી પાછો ના આવે તે માટે વનવિભાગ ખડે પગે દૈયપ નજીક વોચ રાખી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...