દીપડાનો કહેર:દૈયપ ગામની સીમમાં દીપડાએ ત્રણ ખેડૂતો ઉપર હુમલો કર્યો

વાવ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ સમિતિના પ્રમુખે કહ્યું દીપડો નહીં પકડાય તો હું ઠાર મારી દઈશ

વાવ પંથકમાં દીપડો આવ્યાને એક અઠવાડિયું થવા આવ્યું છતાં હજી સુધી વનવિભાગ પાંજરે પુરી શક્યું નથી.વનવિભાગ દીપડાના પગના નિશાન જોઇ પાછળ પાછળ દોડી રહ્યું છે અને દીપડો ખેતરોમાં ખેડૂતો પર હુમલા કરતો જાય છે. ત્યારે બુધવારે દીપડાએ દૈયપ સીમમાં ત્રણ ખેડૂતો ઉપર હુમલો કરી ઘાયલ કરતાં લોકોમાં ભય ફેલાયો છે.

વાવ તાલુકા પ્રમુખ ઠાકરશીભાઈ રબારીએ કહ્યું કે વન વિભાગ કાર્યવાહી કરતો નથી.જો ગુરુવારે બપોરે 12 સુધીમાં દીપડો નહીં પકડાય તો હું દીપડાને મારી બંદૂકથી ઠાર કરીશ. દીપડો ગત શુક્રવારે રેલુચી સીમમાં દેખાયો હતો તેને એક અઠવાડિયું થઈ ગયું હોવા છતાં વનવિભાગ તેને પકડવામાં નિષ્ફળ નીવડ્યું છે. બુધવારે દૈયપ ગામની સીમમાં દીપડાએ હુમલો કરી ત્રણ ખેડૂતોને ઘાયલ કરી બાજરીના પાકમાં છુપાઈ ગયો હતો. દીપડો ન પકડાતાં લોકોમાં રોષ ફેલાયો છે.

દીપડાએ આ લોકો પર હુમલો કર્યો
1.ત્રિકમાભાઈ રબારી,2.પોપટભાઈ નાઈ,3.ભાણાભાઈ (ત્રણેય રહે.દૈયપ)

ખેતરોમાં પાક ઉભા હોઇ દીપડો પકડવો મુશ્કેલ
હાલ ચોમાસુ હોઇ ખેતરોમાં પાકના લીધે દીપડો છુપાઈ જતો હોઇ પકડવો મુશ્કેલ બન્યો છે.તેમજ વરસાદમાં પણ મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...