તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભણતર પર અસર:વાવ તાલુકાના 48 ગામોની પ્રા.શાળામાં 151 ઓરડાઓની ઘટ

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 63 પ્રાથમિક શાળામાં 143 શિક્ષકોની ઘટથી ભણતર પર અસર

વાવ તાલુકાના ગામડાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની તો ઘટ છે. જ સાથે સાથે શાળાઓના ઓરડાઓની ઘટ છે. તો ક્યાં બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે, કેવી રીતે ભણશે ગુજરાત તે પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.

વાવ તાલુકાની 63 પ્રાથમિક શાળાઓમાં 143 શિક્ષકોની ઘટ છે તેવી રીતે વાવ તાલુકાના 48 ગામોની પ્રાથમિક શાળાઓમાં 151 ઓરડાઓની ઘટ છે. જેમાં ગોલગામમાં 9 ઓરડા માટે ખાતમુર્હૂત કરાયું છે પણ હજુ પાયો પણ ખંદાયો નથી. 9 ઢેરિયાણા, 4 આછુંવા આ ઓરડાઓનું ટેન્ડર પડી ગયું છે પણ આ રૂમો ક્યારે બનશે તે સવાલ ઉભો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શિક્ષણએ વિદ્યાર્થીઓનો પાયો કહેવાય ત્યારે પાયાના શિક્ષણમાં જ શિક્ષકો તેમજ ઓરડાઓની ઘટ છે. સરકાર શાળાઓ ખોલવાની વિચારણા કરી રહી છે પરંતુ શિક્ષકો, ઓરડાઓની ઘટ વચ્ચે કઇ રીતે ભણશે ગુજરાત તે સવાલ ઉભો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...