તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બનાસડેરીના વાવ ડિરેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી

વાવ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તું મોટો આગેવાન થઈ ગયો છે કહી ધમકી આપી

વાવ તાલુકાના મોરિખા ગામના વતની અને બનાસડેરીના વાવ ડિરેકટર રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરીને તેમના ગામના જ વ્યક્તિએ અપશબ્દો બોલી ઘાટ આવશે ત્યારે જાનથી મારી નાખી પતાવી દેવાની જાસા ધમકીઓ આપતા વાવ પોલીસ મથકે ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

વાવના મોરિખા ગામના અને બનાસડેરી વાવ ડિરેકટર રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી બુધવારે રાતે પોતાના મોટા ભાઈ વસરામભાઈના ઘરે કામકાજ અર્થે ગયા હતા. ત્યાંથી પરત પોતાના ઘરે ખેતરે જતા ખેતરના દરવાજે મોરિખા ગામના વાલજીભાઈ ઉર્ફે નાંન્ચો ભાંણજીભાઈ ચૌધરી મળતાં તું મોટો આગેવાન થઈ ગયો છે તેમ કહી અપશબ્દો બોલતાં રાયમલભાઈ ચૌધરીએ અપશબ્દો બોલવાની ના પાડતાં વધુ અપશબ્દો બોલતાં હોબાળો થતાં આજુબાજુમાંથી સગા દોડી આવી છોડાવતા વાલજીભાઈ ચૌધરીએ જતા-જતા આજે આ લોકો આવી ગયા તું બચી ગયો ફરીથી ઘાટ આવશે ત્યારે તને જાનથી મારી નાખી પતાવી દેવો છે. તેવી ધમકી આપતાં રાયમલભાઈ ચૌધરીએ વાવ પોલીસ મથકે વાલજીભાઈ ઉર્ફે નાંન્ચો ભાંણજીભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો