તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુકસાન:સપ્રેડા કેનાલ તૂટતાં જીરાનો પાક નિષ્ફળ

વાવ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાવની સપ્રેડા માઇનોર કેનાલમાં રવિવારની રાત્રે 10 ફૂટનું ગાબડું પડતાં પાક પલળી ગયો હતો. - Divya Bhaskar
વાવની સપ્રેડા માઇનોર કેનાલમાં રવિવારની રાત્રે 10 ફૂટનું ગાબડું પડતાં પાક પલળી ગયો હતો.
  • ચાર એકર જમીનમાં કેનાલનું પાણી ફરી વળતાં ખેડૂતને પારાવાર નુકસાન

વાવની સપ્રેડા માઇનોર-1માં ખેડૂતના ખેતરમાં રવિવારની મધરાતે 10 ફૂટનું ગાબડું પડતા ચાર એકરમાં પાણી ફરી વળતાં જીરાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

સરહદી વાવ, થરાદ, સુઇગામ પંથકમાં છાસવારે કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. તાજેતરમાં દૈયપ કેનાલમાં ગાબડું પડયાના બીજા દિવસે ફરી વાવ, થરાદની કેનાલોમાં ગાબડાં પડતાં ખેડૂતોને મસમોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. વાવની સપ્રેડા માઇનોર-1માં મોતીભાઈ કાપડીના ખેતરમાં રવિવારની મધરાતે 10 ફૂટનું ગાબડું પડતા ચાર એકરમાં પાણી ફરી વળતાં જીરાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. છાસવારે કેનાલોમાં ગાબડાં પડતા ખેડૂતોની હાલત કફોડી બની રહી છે અને ખેડૂતોને મસમોટું નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો