તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોરીખામાં માતાજીના સ્થાનકે મેલીવિદ્યા કરવા બકરાની બલી ચડાવતાં 3 લોકો સામે ગુનો નોંધાયો

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દીવાબત્તી કરતાં વ્યક્તિએ બકરો કાપનારા 3 શખ્સોને ઠપકો આપવા જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી
  • મંદિરે આજદિન સુધી કોઇ પશુ બલી ચઢાવાતી નથી મીઠું નૈવૈધ કરીએ છીએ જોકે, મેલીવિદ્યા કરવા માટે આ શખ્સોએ બકરાની હત્યા કરી : ફરિયાદી

વાવ તાલુકાના મોરીખા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં મેલડી તથા ઝાપડી માતાજીનું સ્થાનકે સુઇગામ તાલુકાના બાહિસરા ગામના ત્રણ શખ્સોએ મેલીવિદ્યા કરવા માટે મંદિર આગળ બકરો કાપી તેની હત્યા(બલી) ચઢાવતાં ચકચાર મચી હતી. બકરાની બલી ચઢાવતા 3 શખ્સોને ગામના વ્યક્તિએ ઠપકો આપવા જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની વાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરિખા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં મેલડી તથા ઝાપડી માતાજીનું સ્થાનક આવેલું છે. ત્યાં ગામના વશરામભાઈ ચોથાભાઈ રબારી અને તેમનો ભાઈ ઠાકરશીભાઈ સાથે માતાજીના સ્થાનક ઉપર દીવાબતી કરવા ગયા હતા.

ત્યારે માતાજીના સ્થાનક પાસે સુઇગામ તાલુકાના બાહિસરા ગામના અમરાભાઈ ઉર્ફે અમરતભાઈ વેલાભાઈ રબારી અને અન્ય બે શખ્સોએ માતાજીના સ્થાનક પર બકરાની હત્યા(બલી) ચડાવી હોઈ વશરામભાઈ રબારીએ અમરાભાઈ ઉર્ફે અમરતભાઈ રબારીને તમોએ મારી માતાજીના સ્થાનક પાસે કેમ બકરો કાપ્યો છે. મારી આસ્થાની જગ્યા ઉપર તુ કેમ અપવિત્ર કરે છે તેમ કહેતા અમરાભાઈએ મારી મરજી હું ગમે તેમ કરું તારે શંુ જોવાનું જો વધારે બોલ્યો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા વશરામભાઈ રબારીએ ત્રણેય શખ્સો વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

અમારા બાપ-દાદાના વખતથી માતાજીની પૂજા કરીએ છીએ : ફરિયાદી વશરામભાઈ
ફરિયાદી વશરામભાઇ રબારી જણાવ્યું કે મોરીખા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં અમારી મેલડી તથા ઝાપડી માતાજીનું સ્થાનક છે. જ્યાં ઓટલો બનાવવામાં આવ્યો છે. જેના ઉપર માતાજીની પથ્થરની સાદી મૂર્તિ મુકી છે. અમે અમારા બાપ-દાદાના વખતથી માતાજીની પૂજા કરીએ છીએ. આ મંદિરે આજદિન સુધી કોઇ પશુ બલી ચઢાવવામાં આવતી નથી. મીઠું નૈવૈધ કરીએ છીએ. જોકે, મેલીવિદ્યા કરવા માટે આ શખ્સોએ બકરાની હત્યા કરવામાં આવી છે.

ત્રણેય શખ્સો સામે પશુ કૃરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ ગૂનો નોંધી
વાવ પોલીસ મથકના ઓફિસરે જણાવ્યું હતુ કે, મંદિર આગળ બકરો કાપવાના ગૂનામાં ત્રણ શખ્સો સામે પશુ કૃરતા પ્રતિબંધ અધિનિયમ 11 (1) (1)ની કલમ મુજબ તેમજ આઇપીસી કલમ 295, 429, 506 (2) 114 મુજબ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્રણેય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...