તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:વાવ અને સુઇગામ તાલુકાના 30 ગામડાઓમાં બસ હજુ સુધી બંધ

વાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓના લોકો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબુર

ભારતભરમાં કોરાનાની બીજી લહેર વખતે કોરોના સંક્રમણ અટકાવવા માટે એસટી વિભાગ દ્વારા મોટાભાગના રૂટો બંધ કરી દીધા હતા. જેમાં હજી સુધી વાવ, સુઇગામ તાલુકાના 30 જેટલા ગામો એવા છે કે ત્યાં એસટી બસ શરૂ જ કરવામાં આવી નથી. કોરોના કાળમાં એસટી વિભાગ દ્વારા એસટી બસો બંધ કરી દેવામાં આવી હતી. જે હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. કેટલાય એવા રૂટોના ગામ છે કે જ્યાં એક પણ બસ ચાલું નથી તે ગામડાઓના લોકો પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવા મજબુર બની રહ્યા છે.

કોરોનાના કેસો બિલકુલ ઓછા થઇ ગયા હોવા છતાં બસોના રૂટો શરૂ કરવામાં આવતા નથી. જેને લઈ મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. સત્વરે બસો શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઘણા ગામડાઓ છે કે જેમાં વહેલી સવારના રૂટો પણ બંધ છે. જેવા કે વાવથી ઢીમા-ભોરલ, વાવ-કુંભારડી, વાવ-નેસડી, વાવ-પાડણ, વાવ-મેધપુરા, વાવ-બેણપ જેવા એસટી બસોના રૂટો હજુપણ બંધ છે.

વાવ તાલુકામાંથી આ ગામોમાં બસ બંધ
બુકણા, ખીમાણાપાદર, હરિપુરા, રાબડીપાદર, ચોટીલ, ધરાધરા, મોરિખા, વાવડી, દેથળી, ચાંદરવા, ભાચલી, ડેડાવા, અમરપુરા, બીયોક, ભડવેલ, રેલુચી

​​​​​​​સુઇગામ તાલુકામાંથી આ ગામોમાં બસ બંધ
મેધપુરા, રડોસણ, ભરડવા, કોરેટી, પાડણ, નેસડા, ગોલપ, જેલાણા, ભટાસણા, દુધવા, બેણપ, ધનાણા, ચાળા તેમજ કિલાણા નાઈટમાં આવતા મોરવાડા, ડાભી, ડુંગળા સહિતના ગામોમાં બસ રૂટો બંધ છે.

અન્ય સમાચારો પણ છે...