તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વાવના અસારા, ચુવા, બાલુન્ત્રી, કાંકરેજના શિયા અને રાનેરથી બોગસ તબીબ ઝડપાયા

વાવ, થરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • થરાદ એએસપી પૂજા યાદવ, માવસરી અને વાવ પોલીસની રેડ
  • 5 સ્થળેથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન તેમજ અન્ય સાધનો કબજે કરાયા

શુક્રવારે બપોર થરાદ એએસપી પૂજા યાદવે વાવના ચુવા ગામે રેડ કરી બોગસ તબીબ દશરથભાઈ ગૌસ્વામીને દવાઓ, ઇન્જેક્શનો તેમજ સાધનો મળી રૂ. 39,475 નો મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે માવસરી પોલીસે બાલુન્ત્રી ગામમાંથી રમેશભાઈ સાધુને સાધન સામગ્રી સહિત 9500 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે વાવ પોલીસે અસારા ગામમાં જૈન દેરાસર પાસે મકાન ભાડે રાખી આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ મહિપાલસિંહ ચૌહાણને એલોપેથીક દવાઓ, ઇન્જેક્શનો તેમજ અન્ય સાધનો મળી રૂ.19768નો મુદ્દામાલ સાથે ઝડપ્યો હતો.

જ્યારે કાંકરેજ તાલુકાના શિયામાં દિનેશભાઈ ખાનાભાઈ તપોધન(શ્રીમાળી) (હાલ રહે.શીયા, તા.કાંકરેજ,મૂળ રહે.માહી, તા.વડગામ, જી.બનાસકાંઠા) પોતે ડોક્ટર નથી છતાં એલોપેથિક દવાઓ વડે તબીબી પ્રેક્ટીસ કરતાં થરા પોલીસે ઝડપી લીધો લઈ કિંમત રૂ.7,190 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો કાંકરેજના રાનેર ગામેથી રામચંદ જહુજી જાદવા મકાનમાં પોલીસે રેડ કરી સરસ્વતી તાલુકાના વાગદોડના નથુજી હિરાજી રાઠોડને ડિગ્રી વિના પ્રેક્ટિસ કપતાં ઈન્જેક્શન અને દવાઓ સહિત રૂ. 54116ના મુદ્દામાલ સાથે ઝડપ્યો હતો. મહેસાણાના ખેરાલુ કુડા, અરવલ્લીના મોડાસા અને મેઘરજ તથા પાટણના સરસ્વતી તાલુકાના ખલીપુર ગામેથી પોલીસે ડિગ્રી વિનાના બોગસ તબીબને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...