લોકડાઉન ઇફેક્ટ:વાવમાં બીડી-ગુટખામાં વેપારીઓની ઉઘાડી લૂંટ, દુકાનદારો બીડી તેમજ ગુટખાના ભાવ વધુ લઇ રહ્યા છે

વાવ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને લઇ સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે, અગાઉ બીડી-તમાકુ પર પ્રતિબંધ લગાવવામાં આવતા વેપારીઓ દ્વારા વધુ ભાવ લઈ ઉઘાડી લૂંટ કરવામાં આવતી હતી. હાલ સરકાર દ્વારા બીડી-ગુટખાનું વેચાણ કરવાની છૂટ આપવામાં આવેલ હોવા છતાં વેપારીઓ વધુ ભાવો લઈ રહ્યા છે. વાવમાં વેપારીઓ તેમજ છૂટક  દુકાનદારો બીડી તેમજ ગુટખાના ભાવ વધુ લઇ રહ્યા છે. જેમાં બીડીની ગડીના 30 રૂપિયા અને ગુટખાની એક પડીના 10 રૂપિયા લઈ ગ્રાહકોને લૂંટી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...