તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:ડીસામર્ડર કેસની ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાવવા વાવ મામલતદારને આવેદન

વાવ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હત્યાનો કેસ ફાસ્ટ્રેટ કોર્ટમાં ચલાવી ન્યાય અપાવવા માંગ

ડીસામાં 200 રૂપિયા ન આપતા યુવકની હત્યા કરનારા આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જેને લઈ વાવ માળી સમાજ દ્વારા વાવ મામલતદારને આવેદનપત્ર આપી મર્ડર કેસની ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાવી કેસ ફાસ્ટ્રેટ કોર્ટમાં ચલાવી ન્યાયની માંગ કરી હતી.

ડીસા શહેરના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં રહેતા દશરથજી આંબાજી માળી શાકભાજીની ગાડી ચલાવતા તેમની પાસે ધૂળેટીના દિવસે ત્રણ શખ્સોએ 200 ની માંગણી કરતા તેમને 200 રૂપિયા ન આપતા ત્રણ શખ્સોએ હુમલો કરતાં તેમને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જેને લઈ પોલીસે ત્રણ-ચાર આરોપીઓના બદલે એક વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે અને અન્ય આરોપીઓને બચાવાના પોલીસ પર આક્ષેપો કર્યા હતા. જેને લઈ આ કેસની ઉચ્ચ આધિકારી તપાસ કરી કેસ ફાસ્ટ્રેટ કોર્ટમાં ચલાવી આરોપીઓને કડક સજા કરવાની માંગ કરતું આવેદનપત્ર શનિવારે વાવ મામલતદાર વસંતભાઇ પટેલને આપવામાં આવ્યું હતું. ન્યાય નહીં મળે તો સમસ્ત માળી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો