તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:માવસરી પોલીસે જામીન થવા આવેલ યુવકને મારમાર્યાના આક્ષેપો

વાવ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક વિરુદ્ધ 188 મુજબ ગુનો નોંધાયો હતો : પોલીસ

વાવ તાલુકાના સરહદી માવસરી પોલીસ મથકે કેફી પીણું પીધેલા બહારના વ્યક્તિના જામીન થવા આવેલા તખતપૂરાનો યુવક જામીન થવા ગયો હતો. જેની પાસે પોલીસે પૈસા માંગ્યા તે ન આપતા તેનેમાર મારી કસ્ટડીમાં પુરી દીધો હોવાના તેના સગા અને વાવ તાલુકા કોંગ્રેસ પમુખ ઠાકરશીભાઈ રબારીએ આક્ષેપો કર્યા હતા.માવસરી પોલીસે બુધવારની રાતે ધમેન્દ્રરાય લક્ષણરાય (રહે આદિપુર ચીકનોત્ર તા.કેશોપુર જી.મુઝફ્ફરપુરા)ને કેફી પીણું પીધાના કેસમાં પકડ્યો હતો.

જે વેપારીને પોપટભાઈ ગગદાસભાઈ રબારી રાતે બાઈક લઈ માવસરી પોલીસ મથકે જામીન થવા ગયા ત્યારે પોલીસે રૂપિયાની માંગણી કરતા ન આપતાં 4 કોસ્ટેબલોએ માર મારી કસ્ટડીમાં પુરી દીધો હતો તેવા આક્ષેપો વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઠાકરશીભાઈ રબારીએ કર્યા હતા. આ અંગે વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે વિહાભાઈ, રતનશીભાઈ, જોગાભાઈ અને અન્ય મળી 4 કોસ્ટેબલોએ પોપટભાઈને માર મારી કસ્ટડીમાં પુરી દીધો છે. લોહીલુહાણ છતાં દવાખાને સારવાર કરવા લઈ જતા નથી સારવાર વગર કસ્ટડીમાં તેનું મોત પણ થશે અમારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની ધમકી આપે છે.

પીડિત પોપટભાઈ રબારીના સગા બબાભાઈ રબારીએ આક્ષેપો કર્યા હતા કે ભેંસોનો વેપારી પૈસા લેવા આવેલ તેને પોલીસે પકડ્યો હોઈ ફોન આવતા પોપટભાઈ જામીન થવા ગયેલા તેમની પાસે પોલીસે રૂ.50 હજારની માંગણી કરી તે ન આપતા માર માર્યો છે. માવસરી પોલીસ કહે છે કે તમે લખી આપો કે કેશ કે ફરીયાદ નહીં કરીએ તેવું લખી આપો ઠાકરશીભાઈ સહી કરે તો છોડીએ નહિતર ત્યારે જ્યાં જવું હોય ત્યાં જો તેવા આક્ષેપો કર્યા હતા. તો બીજીતરફ માવસરી પી.એસ.આઈ. નીલાભાઈએ જણાવ્યું હતું કે "માસ્ક પહેરલ ન હોઈ તેના વિરુદ્ધ પોલીસે 188 મુજબ કાર્યવાહી કરી છે. માર માર્યાના આક્ષેપો ખોટા છે. "

અન્ય સમાચારો પણ છે...