માંગ:માલસણ ફીડરમાં પૂરતો પાવર ત્રણ ગામના ખેડૂતોની યુજીવીસીએલ કચેરીએ રજૂઆત

વાવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજપાવર પૂરતો નહીં મળતાં બોરની મોટરો ચાલુ થતી નથી

વાવ તાલુકાના ત્રણ ગામના ખેડૂતોને બોર ચાલુ કરવા પૂરતો વીજ પુરવઠો માલસણ ફીડરમાં મળતો ન હોઇ ખેડૂતોએ યુજીવીસીએલ કચેરીએ લેખિત રજુઆત કરી મુશ્કેલીઓ દૂર કરવા જણાવ્યું હતું. માલસણ ફીડરમાં આવતા વાવના વાવ, ચાંદરવા અને માલસણ ત્રણેય ગામના ખેડૂતોએ સોમવારે વાવ યુ.જી.વી.સી.એલ.ની કચેરીએ લેખિત રજુઆત કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી માલસણ ફીડરમાંથી અમોને સિંગલ ફેજ તથા થ્રિ ફેજ પાવર પૂરતો મળતો નથી જેને કારણે અમારે કનેક્શન હોવા છતાં બોરની મોટરો ચાલુ થતી નથી. જેના કારણે પૂરતા પ્રમાણમાં પિયત કરી શકાતું નથી. તો આ ફીડર ચેક કરી પૂરતો પાવર મળી રહે તેવું કરી આપવામાં આવે અથવા નવીન ફીડર બનાવી અમારી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...