દારૂ જપ્ત:વાવના શણવાલ નજીકથી રૂ.2.35 લાખનો દારૂ ભરેલ ગાડી ઝડપાઇ

વાવ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
શણવાલ નજીકથી બનાસકાંઠા એલસીબી પોલીસે પીછો કરી રૂ.2.35 લાખનો વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી હતી. - Divya Bhaskar
શણવાલ નજીકથી બનાસકાંઠા એલસીબી પોલીસે પીછો કરી રૂ.2.35 લાખનો વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી હતી.

શણવાલ નજીકથી બનાસકાંઠા એલસીબી પોલીસે પીછો કરી રૂ.2.35 લાખનો વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી હતી. જો કે ગાડી ચાલક ગાડી મુકી નાસી છૂટ્યો હતો.

વાવ તાલુકાના રામપુરા ચાર રસ્તા પર નાકાબંધીમાં હતી. ત્યારે રાણેસરી ગામ તરફથી ટાટા સુમો નંબર આરજે-16-યુએ-2936 આવતા તેને રોકવા ઈશારો કરતા ગાડી ચાલકે ગાડી ભોરલ તરફ ભગાડતા એલસીબી પોલીસે પીછો કરતા ભોરલ-ઢીમા ચારરસ્તાથી શણવાલ તરફ ગાડી ભગાડતાં આડાસ આવતા રોડની સાઈડે ગાડી મુકી ગાડી ચાલક નરેશ કેશરારામ વિશ્નોઇ (સરવાણા રાજસ્થાન) નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીમાં ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની 2352 બોટલ કિંમત 2,35,200 અને 2 લાખની ગાડી મળી રૂ.4,35,200નો મુદ્દામાલ કબ્જે કરી નરેશકુમાર વિશ્નોઇ વિરુદ્ધ માવસરી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...