વાવના ઢીમા ગામે ખળા બોવાડાઓની વાડમાં આકસ્મિક આગ લાગી હતી. થરાદ ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. જોકે પવન વધારે હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કરતા બોવડામાં પડેલ ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો તેમજ એક વાછરડી પણ દાઝી ગઈ હતી.
વાવ-સુઇગામ પંથકમાં ફાયર ફાઇટરનો અભાવ હોઈ ઘણીવાર તકલીફો ઊભી થાય છે. ઢીમા ગામે સોમવારે ચાર જેટલા ખળા બવાડાઓની વાડમાં અચાનક આગ લાગી હતી. વાંકજીભાઈ બ્રાહ્મણના વાડામાં પડેલ ત્રણ ટોલી ઘાસચારો આગની લપેટમાં આવી જતા ઘાસચારો બળી ગયો હતો.
તેમજ વાડામાં રહેલ વાછરડી આગની લપેટમાં આવી જતા દાઝી ગઇ હતી. જોકે સમય સૂચકતા દાખવી બચાવી લેવાઇ હતી. આગે વિકરાળરૂપ ધારણ કરતા આગ વધુ અંતરમાં ફેલાય તે પહેલા થરાદ ફાયર ફાઇટરે આગને કાબુમાં લેતા જાનહાની ટળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.