તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:માવસરી પોલીસ મથકના કોન્સ્ટેબલના ક્વાર્ટરમાંથી દારૂની 4 બોટલ ઝડપાઈ

વાવ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોન્સ્ટેબલ અરવિંદ - Divya Bhaskar
કોન્સ્ટેબલ અરવિંદ
 • થરાદ ડીવાયએસપીએ કર્મચારીના ક્વાર્ટરમાં રેડ કરી
 • કોન્સ્ટેબલ વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ફરિયાદ નોંધાઈ

વાવ તાલુકાના સરહદી માવસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલના રહેણાંક ક્વાર્ટરમાંથી દારૂની રૂ.3155ની કિંમતની 4 બોટલ મળી આવતા માવસરી પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ પ્રોહબીશનનો ગુનો નોંધાયો હતો.પોલીસ કર્મચારીના રૂમમાંથી દારૂ ઝડપાતાં ચકચાર મચી ગઈ છે. વાવના માવસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા અરવિંદ ભાઈ તેજા ભાઈના પોલીસ લાઇન ક્વાર્ટર નંબર-6 માંથી થરાદ ડીવાયએસપી પૂજા યાદવએ બાતમીના આધારે સ્ટાફ સાથે રેડ કરી કરી હતી.

પરપ્રાંતીય દારૂની ચાર બોટલો ક્વાર્ટરમાં આવેલ સંડાસ રૂમમાંથી પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવી હતી. જેને લઇ માવસરી પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ તેજાભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે કરેલી રેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મળી આવ્યો ન હતો.આ બનાવે ચકચાર જગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો