ગરમી:વાવમાં દેના ગ્રામીણ બેંકમાં પાક ધિરાણ ભરવા ખેડૂતોને હાલાકી, 200 થી 300 ખેડૂતો વ્યાજ અને ચાર્જ ભરવા આવે

વાવ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાવમાં આવેલ દેના ગ્રામીણ બેંકમાં વાવ તાલુકાના છેવાડાના ગામડાઓના ખેડૂતો પાક ધિરાણનું વ્યાજ અને ચાર્જ ભરવા આવે છે. કાળઝાળ ગરમીમાં બપોર સુધી બેસી રહેવા છતાં તેમનો નંબર આવતો નથી અને લોકડાઉનમાં ઘરે જવા વાહન પણ ન મળતું હોઇ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. વાવ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ વી.કે.રાજપૂત દ્વારા વાવ મામલતદાર કે.કે.ઠાકોરને લેખિત રજુઆત કરી જણાવ્યું કે વાવ તાલુકાના ગામડાઓના 2200થી વધુ ખેડૂતો છે. જેમાં બેંકમાં રોજિંદા 200 થી 300 ખેડૂતો પાક ધીરાણનું વ્યાજ અને ચાર્જ ભરવા આવે છે. જેમાં 40 જેટલા ખેડૂતોનું કામ થાય છે. બાકીના ખેડૂતોને પરત જવું પડે છે અને બેંક મિત્રોથી મળતીયાઓનું કામ વહેલું થઇ જતું હોવાના આક્ષેપો કર્યા હતા. બેંક દ્વારા ખેડૂતોને ટોકન આપવામાં આવે  ભલે પછી ખેડૂતોને મહિનામાં ગમે તે તારીખે આવવું પડે, કાળઝાળ ગરમીમાં બપોર સુધી બેસી રહેવું ન પડે. લોકડાઉનને લઇ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે.

અન્ય સમાચારો પણ છે...