અકસ્માત:વાવ-ભાભર રોડ પર છકડો અને બાઈક ટકરાતાં છકડો પલટતાં 10 છાત્રોને ઇજા

વાવ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસટી બસના અભાવે છકડોમાં ચાંદરવા ગામની વિદ્યાર્થીનીઓ ઘરે જતી હતી

વાવ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ શુક્રવારે શાળા છૂટ્યા બાદ ચાંદરવાની વિદ્યાર્થીનીઓ છકડોમાં ઘરે જતી હતી. ત્યારે વાવ-ભાભર રોડ ઉપર છકડો અને બાઇક સામસામે ટકરાતા છકડો પલટી જતાં 10 વિદ્યાર્થીનીઓને ઇજા થતાં સારવાર અર્થે વાવ અને થરાદ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

શુક્રવારે વાવ હાઇસ્કૂલ છૂટ્યા બાદ શાળાની વિદ્યાર્થીનીઓ ચાંદરવા તેમના ઘરે જવા એસટી બસના અભાવે છકડામાં ઘરે જતી હતી. ત્યારે વાવ-ભાભર રોડ પર છકડો અને બાઇક સામસામે ટકરાયા હતા. જેને લઈ છકડો પલટી મારી જતા 10 વિદ્યાર્થીનીઓને ઈજાઓ થતા વાવ અને થરાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. વાવના ચાંદરવા ગામના રમેશભાઈ રાજપુતે જણાવ્યું કે એસટી બસના અભાવે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવા મજબુર બનવું પડે છે.

છકડો અને બાઈક વચ્ચે અકસ્માત થતા છકડો પલટી મારી જતા ગામની 10 વિદ્યાર્થીનીઓને ઈજાઓ થઈ હતી. જેમાં 4ને વધુ ઈજાઓ થઈ હોઇ થરાદ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઇ હતી. સત્વરે શાળાના સમયે બસની વ્યવસ્થા કરવામાં આવે તેવી વાલીની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...