તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દેવપુરામાંથી દારૂ ભરેલ ઇકો સાથે 1 ઝડપાયો, એક ફરાર

વાવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.17 લાખનો દારૂ સહિત રૂ.4.71 લાખનો મુદ્દામાલ જપ્ત

પાલનપુર એલસીબીએ વાવ તાલુકાના દેવપુરા ગામમાંથી રૂ. 1.17 લાખનો વિદેશી દારૂ સાથે એક આરોપીને પકડ્યો હતો. જ્યારે એક નાસી છૂટ્યો હતો. પાલનપુર એલસીબીના સ્ટાફ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.ત્યારે બાતમી મળી કે થરાદ તરફથી જીજે-36-આર-0566ની નંબરની ઈકોમાં વિદેશી દારૂ ભરી આવે છે.

બાતમી આધારે દેવપુરા કેનાલ પાસે વોચમાં ગોઠવી હતી ત્યારે ઇકો આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ઇકો ભગાડી મુકતાં પોલીસે ગાડીનો પીછો કરતા ઇકો સાઈડમાં ઊભી રાખી બે શખ્સો ભાગવા જતા તેમાંથી પ્રકાશકુમાર ફુગલુરામ ઉફે તગારામ વિશ્નોઇ (રહે.કાછેલા(દેવપુરા),તા.સાંચોર,જી.જાલોર-રાજસ્થાન) પકડાયો હતો.

જ્યારે મનોજ જાણી (વિશ્નોઇ) (રહે.પુર,તા.સાંચોર,જી.જાલોર-રાજસ્થાન) ભાગી ગયો હતો. પોલીસે ઇકોમાં તપાસ કરતાં વિદેશી દારૂ-બિયર બોટલ નંગ-716 કિંમત રૂ.1,17,820 તથા ઈકો, 2 મોબાઇલ મળી કુલ રૂ.4,71,320 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ માલ મંગાવનાર વિપુલસિંહ ધરમેન્દ્રસિંહ વાઘેલા (રહે.વડા,તા.કાંકરેજ) સહિત ત્રણેય વિરુદ્ધ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...