તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:વડગામ તાલુકા પંચાયતનું રૂ.17.42 લાખનું પુરાંતવાળુ બજેટ મંજુર કરાયું

વડગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પશુપાલન, પોષક આહાર, શિક્ષણ અને આરોગ્યને ધ્યાનમાં લઇ બજેટ રજૂ કરાયું

વડગામ તાલુકા પંચાયતની સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં પશુપાલન, પોષક આહાર, શિક્ષણ અને આરોગ્યને ધ્યાનમાં લઇ 17.42 લાખની પુરાંતવાળું બજેટ મંજુર કર્યું હતું.

વડગામ તાલુકા પંચાયતનું સને 2020-2021નું સુધારેલ સને 2021-22નું અંદાજપત્ર મંજૂર કરવા તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઈ ગોળની અધ્યક્ષતામાં ગુરુવારે તાલુકા પંચાયત સભાખંડમાં સામાન્ય સભા યોજાઇ હતી. બેઠકમાં વિસ્તરણ અધિકારી મફાજી ચૌહાણે કાર્યસુચિ તથા ગતસભાનું પ્રોસીડીંગ વાંચી સંભળાવ્યું હતું. ત્યારબાદ અંદાજપત્રની ચર્ચા કરી હતી.

બેઠકમાં ઉપસ્થિત સદસ્યોએ સને 2021-2022નું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કર્યું હતું.જેમાં લોકઉપયોગી કામો, ખેતી, પશુપાલન, પોષક આહાર, શિક્ષણ અને આરોગ્ય વગેરે બાબતોને ધ્યાનમાં લઇ બજેટ રજૂ કર્યું હતું. ઉપરાંત મનરેગા યોજનાના કામો માટે રૂ.21.44 લાખનું બજેટ પણ મંજૂર કર્યું હતું. આ સામાન્ય સભા બેઠકનું સંચાલન વિસ્તરણ અધિકારી મફાજી ચૌહાણ, મદદનીશ ટીડીઓ જેઠાભાઇ વળાગાંઠ દ્વારા કર્યું હતું.}જયમીન ઠાકર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો