તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વડગામ તાલુકા ભાજપ પ્રમુખે ચૌધરી સમાજ વિશે ટીપ્પણી કરતાં ભડકો

વડગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તત્કાલીન ટીડીઓ અને ભાજપ પ્રમુખ વચ્ચેની ઓડિયો ક્લિપ વાઇરલ
  • ચૌધરી સમાજના આગેવાનોએ કહ્યું : સમાજ વિરુદ્ધ બોલનાર જાહેરમાં માફી માંગે

વડગામ ટીડીઓ કે.કે.ચૌધરીની બદલી બાદ વડગામ તાલુકા ભાજપ પ્રમુખએ પૂર્વ ટીડીઓને ફોન કરીને " હોના જેવો રૂપિયો મોકલ્યો સ ઈકણ.." એમ કહી ટોન્ટ માર્યો હતો જ્યારે જેમની સાથે વાત કરી હતી તે પણ અગાઉ વડગામ ટીડીઓ રહી ચૂક્યા હતા અને તેમની બદલી ચૌધરી સમાજે કરાવી હતી તેમ કહી તમે કેમ અમારાથી નારાજ રહો છો તેમ કહી સમાજનું ખોટું દેખાય તેવું ચિત્ર ઊભું કર્યું હતું. આ બન્ને વચ્ચેની વાતચીત કોઈ રીતે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ વડગામ તાલુકા ભાજપ પ્રમુખ ચૌધરી સમાજ સામે ખુલ્લા પડયા હતા.

ક્લીપથી ચૌધરી સમાજમાં નારાજગી વ્યાપી ગઈ છે. આ અંગે ચૌધરી સમાજના આગેવાન અને માહી ગામના શૈલેશભાઈ સરદારભાઈ ચોધરીએ જણાવ્યું કે "ક્લિપમાં બોલનાર વ્યક્તિ જાહેરમાં ચૌધરી સમાજની માફી માંગે અને હું પણ ભાજપનો એક કાર્યકર છું એટલે તાત્કાલિક તેમને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી અમારા સમાજની માંગ છે. અને જો આ નહિ કરવામાં આવે તો આગળના સમયે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરાશે.

મારા પર ખોટા આક્ષેપો છે
વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાણાએ જણાવ્યું કે મારા પર ખોટા ખોટા આક્ષેપો અને મને બદનામ કરવાના ધજાગરા છે અને બે સમાજો વચ્ચે તિરાડ પાડવાના ધંધા કર્યા છે.

તત્કાલીન ટીડીઓ અને ભાજપ પ્રમુક વચ્ચેની વાતચીત

પ્રવિણસિંહ : હેલો અવાજ નહિ ઓળખતાં નહિ હું સાહેબ,અવાજ ઓળખો સો?

એ.એચ.પરમાર : હ..

પ્રવિણસિંહ : અલ્યા પ્રવીણસિંહ બોલું પી.જે. રોણા ભાજપનો પ્રમુખ

એ.એચ.પરમાર : અચ્છા હા.હા.બોલો બોલોબોલો હા અવ ઓળચ્યાં ઓળચ્યાં..

પ્રવિણસિંહ : ચમ યાદ નથી કરતા તે મારા હાહરા કાઢ્યા ચોધરીઓએ અને અમારાથી નારાજ થયા છો?

એ.એચ.પરમાર : ના ના ના જરાય નારાજ નથી અમે તો કોઈનાથી..

પ્રવિણસિંહ : હું સાહેબ મી અમણે એક હોના જેવો રૂપિયો મોકલ્યો સ ઈકણ..

એ.ચ.પરમાર : હા એ એ મારા જોડે થી ચાર્જ લીધો એમને મારા જોડે બે તાલુકા હતા હાજર થયો તારથી.

અન્ય સમાચારો પણ છે...