તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી તબીબ:રજોસણા અને દાંતાના હડાદ ગામે બે બોગસ તબીબો ઝડપાયા

વડગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
રજોસણા ગામેથી  ઝડપાયેલ તસુફ - Divya Bhaskar
રજોસણા ગામેથી ઝડપાયેલ તસુફ

વડગામ અને દાંતાના એમ મળી બે બોગસ તબીબોને ઝડપી તેમની પાસેથી દવા અને સાધનો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.છાપી પી એસ આઈ એસ. ડી.ચૌધરી ને બાતમી મળી કે રજોસણા ગામે તસુફભાઈ અયુબભાઈ માકણોજીયા ડીગ્રી વગર તબીબ બની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ને ઝડપી પાડી તેની પાસેથી અલગ અલગ પ્રકારની એલોપેથિક દવાઓ,ઇન્જેકશન, કી. રૂ.5894 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

હડાદ પીએસઆઇ આર.એમ.કોટવાલ ને બાતમી મળી કે હડાદ દાંતા રોડ ઉપર ભાડાની દુકાનમાં ખોટું સર્ટી રાખી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબ અમૃતભાઈ રેમાભાઈ રોઇશા (રહે.મચકોડા,તા.દાંતા) પાસેથી એલોપેથિક દવા, સ્ટેથોસ્કોપ મશીન, બી પી ઇન્સ્ટયુંમેન્ટ મળી કુલ કિ. રૂ.67,897 નો મુદ્દામાલ ઝડપી પાડી બોગસ તબીબો સામે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી બે બોગસ તબીબો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...