તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાંસલો:દર માસે અંબાજીની પદયાત્રા કરતા ત્રણ વડીલ

વડગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રણ માઇ ભક્તો દર માસે અંબાજીની પદયાત્રા કરે છે. - Divya Bhaskar
ત્રણ માઇ ભક્તો દર માસે અંબાજીની પદયાત્રા કરે છે.
  • 76 વર્ષિય વૃદ્ધ 35 વર્ષથી,આધેડ 20 વર્ષ અને એક 14 વર્ષથી શિશ ઝુકાવે છે

ઊંઝા તાલુકાના જગ્નાથપુરા ગામના એક 76 વર્ષિય બુઝુર્ગ છેલ્લા 35 વર્ષોથી દર માસે પોતાના ગામથી અંબાજીની 90 કિલોમીટર ઉપરની પદયાત્રા કરી માં અંબાના ધામે દર્શન કરવા જાય છે. તો બીજા એક આધેડ 20 તો અન્ય એક 14 વર્ષથી દર માસે અંબાજીની પદયાત્રા કરી યુવાનો ને પ્રેરણા આપી રહ્યા છે.

ઊંઝા તાલુકાના જગ્નાથપુરા ગામના 76 વર્ષિય ઈશ્વરભાઈ લવજીભાઈ પ્રજાપતિ 35 વર્ષોથી એકપણ માસ ચુક્યા વગર ઘરેથી અંદાજિત 90 કિલોમીટર ની પદયાત્રા કરી દર માસની સુદ પૂનમ ના દિવસે માં અંબાના દર્શન કરવા જાય છે. ઇશ્વરકાકા ની આ યાત્રાના સાથી બન્યા ગાંધીનગરના ઉનાવા ગામના વિરાંગભાઈ મહેતા, તેઓ પણ 20 વર્ષોથી દર માસની સુદ પૂનમ ના દિવસે 140 કિલોમીટરની પદયાત્રા કરીને માં અંબાના આશીર્વાદ લેવા પહોંચે છે.એક બીજા સાથી જેવો ઊંઝાના ભુણાવ ગામના ભરતભાઇ ચતુરભાઈ પટેલ 90 કિ.મી.ની પદયાત્રા કરી અંબાજી પહોંચે છે. પદયાત્રા કરતા આ વિડીલો નો જુસ્સો યુવાનો માટે પણ પ્રેરણાદાયી કાર્ય છે.

14 વર્ષથી આ ત્રિપુટી સાથે પદયાત્રા કરે છે
અંબાજીની પહેલા ઈશ્વરભાઈ એકલા પદ પદયાત્રા કરતા હતા. ત્યારબાદ તેમના નજીક ગામના ભરતભાઇ નો સંગાથ 14 વર્ષ અગાઉ મળ્યો હતો. અને ત્યારબાદ તેમની આ સફરમાં વિરાંગભાઈ પણ સાથી બન્યા હતા. આમતો બધાના પદયાત્રા ના વર્ષો અલગ અલગ છે પણ છેલ્લા 14 વર્ષો થી માં અંબાના ભક્તો આ ત્રિપુટી એક સાથે દર માસે પૂનમના દિવસે માના ધામમાં પદયાત્રા થકી પહોંચી દર્શન કરે છે.

દેશમાં શાંતિ રહે તે માટે પદયાત્રા કરીએ છીએ અને ચલાશે ત્યાં સુધી કરીશું
વર્ષોથી પદયાત્રા કરતા વિડીલોને પદયાત્રાનું કારણ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, અમે અમારા અંગત કોઈ કારણોસર નહીં પણ આપણો દેશ સુરક્ષિત રહે અને દેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે માં ભગવતી સહાય કરે તે હેતુથી પદયાત્રા કરીએ છીએ. તેમજ અમારાથી જ્યાં સુધી ચલાશે ત્યાં સુધી દર માસે પૂનમ ના પદયાત્રા કરી દર્શન કરતા રહીશું.

અન્ય સમાચારો પણ છે...