તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વડગામના ઘોડિયાલ ગામેથી એક, ગઢ, સાસમના ત્રણ બોગસ તબીબ ઝડપાયા

વડગામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘોડિયાલ ગામેથી ઝડપાયેલ ભીખાભાઇ પોપટલાલ રાવલ - Divya Bhaskar
ઘોડિયાલ ગામેથી ઝડપાયેલ ભીખાભાઇ પોપટલાલ રાવલ
  • એલોપેથિક દવા, સ્ટેથોસ્કોપ સહિત સાધનો કબજે લેવાયા

જિલ્લામાં ખોટા સર્ટી લઈ બેઠલા બોગસ તબીબો પર પોલીસે તબાહી મચાવી છે. ત્યારે સોમવારે વડગામના એક અને ગઢ-સાસમના ત્રણ બોગસ તબીબો પાસેથી દવા,ઇન્જેકશન અને સ્ટેથોસ્કોપ સાધનો કબ્જે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

વડગામ તાલુકાના ઘોડિયાલ ગામે ભીખાભાઈ રાવળ નામના તબીબે ડોક્ટર ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા વડગામ પોલીસને જાણ થતા તબીબને ઝડપી પાડયો હતો અને તેની પાસેથી કુલ રૂ.3891 મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. જ્યારે ગઢ વિસ્તારમાં સાસમ ગામે ત્રણ બોગસ તબીબોને ગઢ પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં અમરતભાઈ દલસુખભાઈ કાંકરેચા (રાવળ) જેમની પાસે રૂપિયા 300નું સ્ટેથોસ્કોપ, રૂ.1000 બીપીનું મશીન, દવાઓ, ઈન્જેકશનનો મળી કુલ રૂ.23474 મુદ્દામાલ કબજે લેવાયો હતો. જ્યારે સાસમ ગામે ગુણવંતભાઈ વિરમાભાઈ રાવળ નામના બોગસ તબીબ પાસે એલોપેથીક દવા,ઇન્જેકશન અને સાધનો મળી કુલ રૂ.8471 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. જ્યારે ત્રીજા બોગસ તબીબ હરેશ જવાનસિંહ રાજપુત (પઢીયાર) પાસેથી રૂ.300નું સ્ટેથોસ્કોપ, રૂ.1000ની કાતર, રૂ.100 ની જુદી જૂદી કંપનીની દવાઓ , ઇન્જેકશન મળી કુલ રૂ.4195 નો મુદ્દા માલ કબ્જે કરી વડગામ અને ગઢ પોલીસ સ્ટેશન ખાતે ચાર બોગસ તબીબ સામે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સિદ્ધપુર પંથકમાંથી ત્રણ બોગસ તબીબ ઝડપાયા
સિદ્ધપુર શહેરમાંથી હિતેન્દ્ર દશરથભાઈ ચૌહાણને પકડી લીધો હતો. તેણે ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં બીમાર લોકોને તપાસી અનુમાન આધારે એલોપેથિક દવા અને ઇન્જેક્શન આપી બિમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. જ્યારે બીલીયા ગામેથી ખુશાલ સોમાભાઈ પ્રજાપતિને પકડી લીધો હતો. જ્યારે નેદ્રા ગામેથી વસંતકુમાર રામબાબુ ગુપ્તાને પકડી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...