તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:વડગામના જોઇતાગામમાં ગોગ મહારાજના મંદિરમાંથી રૂ.1.42 લાખની મૂર્તિઓની ચોરી

વડગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ ફરિયાદ નોંધાવી,ચાંદીના નાગ અને પિત્તળના ઘોડાની ચોરી થતાં રોષ

વડગામ તાલુકાના જોઇતા ગામમાં આવેલા ગોગ મહારાજના મંદિરમાંથી શુક્રવારની રાત્રિના સમયે કોઈ શખસો ચાંદીના નાગ તેમજ પીતળના ઘોડા મળીને કુલ રૂ.1.42 લાખની ચોરી કરી નાશી છૂટ્યા હતા. આ અંગે ગ્રામજનોએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જોઈતામાં ગોગ મહારાજના મંદિરમાં શુક્રવાર રાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં તસ્કરો મંદિરના તાળાં તોડીને ચાંદીના નાગ, ઘોડા સહિતની વસ્તુઓની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. ત્યારે વહેલી સવારે મંદિરના પૂજારી પૂજા કરવા માટે જતા મંદિરના તાળા તૂટેલા જોયા અને અંદર ભગવાનની મૂર્તિઓ જોવા મળી ન હતી.

જેને લઇ પૂજારીએ તાત્કાલિક ગ્રામજનોને બોલાવી ચોરી અંગેની જાણ કરી હતી. જેને લઇ ગ્રામજનોના આગેવાનો ભેગા મળીને વડગામ પોલીસને જાણ કરી હતી. વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં મંદિરમાંથી અંદાજે ચાંદીના નાગ, પીતળના ઘોડા સહિત એક લાખ બેતાલીસ હાજર પાનસો રૂપિયાની તસ્કરો ચોરી કરીને નાસી ગયા હતા.

વડગામ પીએસઆઇ અલ્પેશભાઈ દેસાઈ અને સ્ટાફ દ્વારા તસ્કરોને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. બનાવને લઈ ગામના આગેવાનોમાં સરપંચ રણજીતસિંહ ચાવડા, મહેન્દ્રસિંહ ચાવડા, દશરથભાઈ દેસાઈ, મોહનભાઇ દેસાઈ, નાગજીભાઈ દેસાઈ અને પોપટસિંહ ચાવડા દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...