તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વડગામના બસુમાં જમીનના ઝઘડામાં યુવાન ઉપર ચાર લોકોએ હુમલો કર્યો

છાપી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારિયું, પાઇપ તેમજ ધોકા વડે ફટકારતાં ગંભીર ઈજા

વડગામના બસુ ગામે રવિવારે જમીનના સમાધાન માટે બોલાવી ચાર લોકોએ હથિયારો સાથે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત ઈસમને તાત્કાલિક સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન ઈજાગ્રસ્તના ભાઈએ ચાર લોકો વિરુદ્ધ છાપી પોલીસ મથકે સોમવારે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડગામના બસુમાં રહેતા ઈર્શાદ મહંમદ અઘારીયાને ગામના જ આસીફભાઈએ મોબાઈલ કરી ધુશિયાવાળા ખેતરની જમીનના સમાધાન માટે બોલાવી રસ્તામાં ઈર્શાદભાઈને રોકી ચાર લોકો ભેગા મળી માથામાં ધારીયું ફટકાર્યું હતું. જ્યારે બીજાએ પાઇપ મારી લોહી લુહાણ કરી દીધો હતો.

જે દરમિયાન ચારે લોકો ભેગા મળી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પીડિતના ભાઈ તોસિફને થતાં ઘટના સ્થળે પહોંચી લોહીલુહાણ ભાઈને સારવાર માટે પાલનપુર લઈ ગયા હતા. જ્યારે હુમલો કરનાર આસીફ રસુલ પલાસરા, નૌશાદ રસુલ પલાસરા, નિઝામુદીન રઝાકભાઈ બઘરા તેમજ જેનબબેન રઝાકભાઈ બઘરા વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...