તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:22 સ્ટેટના સ્પર્ધકોને હરાવી પીરોજપુરાની બાળકીએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

વડગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હરિયાણામાં નેશનલ ચેમ્પિયન શીપમાં ભાગ લીધો હતો

પીરોજપુરાની બાળાએ હરિયાણા ખાતે યોજાયેલ નેશનલ કરાટે ચેમ્પિયન શીપમાં 22 સ્ટેટના સ્પર્ધકોને મહાત આપી પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આથી ગામના સમાજ સેવી દ્વારા સન્માન કરાયું હતું.

પીરોજપુરાના વતની એવા ઇબ્રાહીમભાઇ મીરની દીકરી તબસ્સુમ મીર દ્વારા હરિયાણા ખાતે યોજાયેલ નેશનલ કરાટે ચેમ્પિયન શીપમાં ભાગ લીધો હતો. જેમાં 22 સ્ટેટના સ્પર્ધકોને મહાત આપી પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.તબસ્સુમએ ગોલ્ડ મેડલ મેળ‌વતાં દેશ અને રાજ્યમાં પીરોજપુરા ગામનું નામ રોશન કર્યું હતું. જેથી પીરોજપુરા ગામના સમાજ સેવક અને કોમી એકતાના પ્રર્તિક એવા કાસમભાઈ સાલેહ દ્વારા તબસ્સુમ મીરનું શાલ અને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત નિશારભાઈ મીર, અબ્બાસભાઈ મીર, યુસુબભાઈ મીર અને શરીફભાઈ મીર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો