તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જલોતરા નજીક ટ્રેક્ટરની પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોત

વડગામ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બટાટા ભરીને ટ્રેક્ટર કોલ્ડ સ્ટોરેજમાં જઈ રહ્યું હતુ

વડગામ તાલુકાના જલોતરા નજીક આવેલા કોલ્ડ સ્ટોરેજમાં મંગળવારે સાંજે ટ્રેક્ટર કોલ્ડ સ્ટેરોજમાં જવા માટે વળી રહ્યું હતું. ત્યારે પાછળથી બાઇક ચાલક ઘુસી જતા જગાણાના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું. પાલનપુરથી અંબાજી જવાના હાઇવે પર આવેલા જલોતરા પાસે મંગળવારના રાત્રીના સમયે બટાટા ભરીને ટ્રેકટર ડીવાઇડરની વચ્ચે આવેલી જગ્યામાંથી રોડક્રોસ કરીને સામેના રોડ પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં જઇ રહ્યું હતું.

ત્યારે પાલનપુર તાલુકા જગાણા ગામના કલ્પેશગીરી ગોસ્વામી (ઉં.વ.આશરે 35) બાઇક નંબર જીજે-01-એનબી-0026 લઇને જતાં અચાનક જ ટ્રેક્ટરની પાછળ ઘુસી જતાં ગંભીર ઇજાઓ થતાં કલ્પેશગીરીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી તેમજ જલોતરા ગામમાં લોકો દોડી આવ્યા હતા.

અકસ્માતની જાણ મોરીયા ઓપીના જમાદારને થતાં જ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી. જગાણાના યુવકના અકસ્માત અંગેના સમાચાર તેના પરીવારજનોને થતાં જ હાંફળા-ફાંફળા બની અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને રોકકળ મચાવી હતી. યુવકની લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઇ જઇને પીએમ કરાવીને યુવકની લાશને વાલીવારસોને સોંપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...