રહસ્યમય મોત:વડગામ તાલુકાના શેરપુરા નજીક ઝાડીમાંથી યુવક-યુવતીની દોરડાથી ફાંસો ખાધેલી લાશ મળી

વડગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊંઝાના ટુંડાવ ગામનો પટેલ યુવાન અને કામલી ગામની ઠાકોર યુવતી હોવાનું બહાર આવ્યું,બંને જણના મોતનું રહસ્ય અકબંધ

વડગામ તાલુકાના શેરપુરા નજીક આવેલા સેંભરગોગ મહારાજના મંદિર નજીક આવેલી ઝાડીમાંથી મંગળારે ઊંઝા તાલુકા ટુંડાવ ગામના યુવક તેમજ કામલી ગામની યુવતીની દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

વડગામ પોલીસને ફોન પર કોઈ અજાણ્યા શખસ દ્વારા જુના સેંભરગોગ મહારાજના મંદિર પાસે આવેલી ઝાડીમાં યુવક-યુવતીની દોરડાથી ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશો લટકેલી હોવાની જાણ કરાઇ હતી. જેથી પી.એસ.આઇ. તેજશ પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘બ્રીજેશ જયંતીલાલ પટેલ (ઉં. 30,રહે.ટુંડાવ,તા.ઊંઝા) તથા યુવતી સંગીતાબેન અરવિંદજી ઠાકોર (ઉં. 30, રહે.કામલી, તા.ઊંઝા) આ બંને સોમવારના બપોરના આશરે 3 વાગ્યાના સુમારે ગુમ થયા હતા. જયારે મંગળવાર સવારમાં બંને જુના સેંભરગોગ મહારાજના મંદિર પાસે આવેલી ઝાડીમાં બાવળના ઝાડ સાથે દોરડા વડે ફાંસો ખાધેલી હાલતમા મળી આવતાં પોલીસે બંનેની લાશને વડગામ સી.એચ.સી. ખાતે લાવીને પોસ્ટ મોર્ટમ કરાવીને લાશને બંને પરીવારજનોને સુપ્રત કરી હોવાનું જણાવ્યું હતું.’

અન્ય સમાચારો પણ છે...