તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ચાંગામાં રસ્તા પરનું દબાણ દૂર કરવા ટીડીઓ અને મામલતદારને રજૂઆત

વડગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં જવા તકલીફ પડતી હોઇ દબાણ દૂર કરવા માંગ

વડગામના ચાંગા ગામમાં રસ્તા પરનું દબાણ દૂર કરવા અરજદાર દ્વારા ટીડીઓ અને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પોતાના ઘરે સાધનો લાવવા અને લઈ જવા, ખેતરમાં જવા તકલીફ પડતી હોઇ તાત્કાલિક દબાણ દૂર કરવા માંગ કરવામાં આવી હતી.

ચાંગા ગામમાં રહેતા મોહનભાઈ વીરાભાઇ સહિત લોકોએ તેમના મહોલ્લામાં જવાના જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવા મામલતદાર ડી.એમ.પરમાર અને ટીડીઓ કે.કે.ચોધરીને બુધવારે લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ‘રસ્તાની આજુબાજુ પટેલવાસ, વાલ્મિકીવાસ, મન્સૂરી વાસ સહિતના રહીશો રહે છે. ત્યારે જાહેર રસ્તા પર ખાનાભાઈ પરમાભાઈ રણાવાસિયા, નાનજીભાઈ વીરાભાઇ રણા વાસિયા, ગલબાભાઈ વીરા ભાઇ રણાવાસિયા, ભરતભાઈ ગણેશભાઈ રણાવાસિયા સહિત લોકોએ જાહેર રસ્તા પર દબાણ કર્યું છે.

જેને લઇ રસ્તા પર અમારે કોઈ કારણોસર સાધનો લાવવા લઈ જવા, ખેડૂતોને દૂધ લઇને નિકળવા, ગામમાં કોઈ બીમાર હોય તો તેને દવાખાને લઈ જવા-લાવવા સહિત અનેક મુશ્કેલીઓ પડે છે અને કોઈનું મોત થાય તો સ્મશાને જવા માટે પણ તકલીફ પડે છે. ત્યારે તાત્કાલિક દબાણ દૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.’

અન્ય સમાચારો પણ છે...