તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાતક નજરે રાહ:સીપુ અને દાંતીવાડા ડેમ તળિયા ઝાટક,મુકતેશ્વરમાં 15, દાંતીવાડામાં 9, સિપુમાં માત્ર 1 ટકો પાણી

વડગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સીપુ ડેમ. - Divya Bhaskar
સીપુ ડેમ.

બનાસકાંઠા જિલ્લાના મુક્તેશ્વર સીપુ અને દાંતીવાડા ડેમ ખાલીખમ છે. જેથી રાજસ્થાન અને ડેમના ઉપરવાસમાં વરસાદ થાય એવી ખેડૂતો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

જિલ્લા સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે "દાંતીવાડામાં 9 ટકા, સિપુમાં 1 ટકો જ્યારે મુકતેશ્વર જળાશયમાં 15 ટકા પાણી પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. તળિયે થી 6 ફૂટ પાણી છે. અને ડેમના દરવાજા બરાબર છે.જેથી દરવાજા ખોલવામાં આવે તો પણ પાણી ઓવર ફલો નહિ થાય.અને ડેમ માથી પીવા લાયક પીવાનું પાણી 31ઓક્ટોબર સુધી ચાલી રહે તેવું છે.

ડેમના કાર્યપાલક ઇજનેર રાકેશભાઈ ચોધરીએ જણાવ્યું હતું કે "મુક્તેશ્વર ડેમ હાલની સપાટી.193.37 મીટર છે ડેમની કુલ સપાટી.201.65 મીટર છે." તો બીજીતરફ દાંતીવાડા ડેમની સપાટી હાલમાં 552.15 ફૂટ છે. ટકાવારીમાં આખા ડેમનું પાણી માત્ર 9 ટકા જેટલું બચ્યું છે.તો બીજી બાજુ સિપુ ડેમમાં પાણીની સપાટી તળિયાઝાટક થઈ ગઈ છે, પાણી 0.98 ટકા બાકી રહ્યું છે.સિપુ ડેમમાંથી ધાનેરા અને દાંતીવાડા તાલુકાના ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડતી પાણી પુરવઠાની યોજના ઠપ્પ થવાને આરે છે. સિપુ ડેમની સપાટી 556.72 ફૂટ છે."તસ્વીર રાજવીર ચૌહાણ, જયમીન ઠાકર

અન્ય સમાચારો પણ છે...