તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:વડગામના રજોસણામાં હોટલમાં ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવાયા

છાપી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટલમાં ગંદકી સહિત સ્વચ્છતાનો અભાવ જણાઈ આવ્યો

વડગામ તાલુકાના છાપી હાઇવે સ્થિત એક હોટલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શનિવારે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન હોટલમાંથી તૈયાર સબ્જીના નમૂના લઈ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા. છાપી હાઇવે નજીક આવેલ હોટલ ન્યુ ઇન્ડિયામાં કથિત સ્વચ્છતા અંગે એક ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

જેને લઈ શનિવારે ફૂડ ઇન્સ્પેક્ટર એલ.એમ.ફોફ સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. હોટલમાં ગંદકી સહિત સ્વચ્છતાનો અભાવ જણાઈ આવ્યો હતો. જ્યારે તપાસ અધિકારીઓ દ્વારા તૈયાર ગવારની સબ્જીનો નમૂનો લઈ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યાનું જાણવા મળે છે. હોટલમાં ફૂડ વિભાગની ઓચિંતી તપાસને લઈ હાઇવે સ્થિત હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...