તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોકનો માહોલ:જમ્મુ-કાશ્મીરના પીંછવાડામાં વડગામના મેમદપુરનો જવાન શહીદ થતાં ગમગીની

વડગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાનના પાર્થિવ દેહને સન્માન ભેર માદરે વતન લવાશે

વડગામ તાલુકાના મેમદપુર ગામના બીએસએફ રિટાયર્ડ જવાનસિંહ રાઠોડ (રાજપુત) ના પુત્ર માઁ ભોમ ભારત માતાની રક્ષા કરતા જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન શહીદ થયા છે. જેમના પાર્થિવ દેહને સન્માનભેર વતન ખાતે લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું.

મેમદપુર ગામના જશવંતસિંહ જવાનજી રાઠોડ (રાજપૂત) વર્ષ 2011 માં બેંગ્લોર ખાતે, ત્યારબાદ નોર્થ ઇસ્ટમાં ત્રણ વર્ષ ફરજ બજાવી ત્યારબાદ જોધપુરમાં ત્રણ વર્ષ અને છેલ્લા અઢી વર્ષથી જમ્મુ-કાશ્મીરના પીંછવાડામાં 17 રાષ્ટ્રીય રાયફલ બટાલીન આર્મીમાં ફરજ બજાવતાં હતા. જેઅો ફરજ દરમિયાન શનિવારે મોડી રાત્રે શહીદ થતાં પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.

ત્રણ સદસ્યો દેશની સેવામાં
જવાનસિંહ ભીખાજી રાઠોડ પોતે બીએસએફ રિટાયર્ડ છે. તેમના ત્રણ પુત્રોમાંથી સૌથી મોટા હસમુખસિંહ રાઠોડ આઈટીબીપીમાં ફરજ બજાવે છે તેમનાથી નાના રણજીતસિંહ રાઠોડ એસઆરપીમાં ફરજ બજાવી રહ્યા છે અને સૌથી નાના જશવંતસિંહ રાઠોડ આર્મીમાં અત્યારે શહિદ થયા છે.

અન્ય સમાચારો પણ છે...