તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:કોરોનાને હરાવવા અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા મહંતે એક મહિનો મૌન ધારણ કર્યું

વડગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડગામના મુક્તેશ્વર ચામુંડા માતાજી મહંત મધુરગીરી લોકોની વ્હારે આવ્યા

વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ જોડે આવેલા ચામુંડા માતાજી મંદિર ના મહંત મધુર ગિરિ મહારાજ એ કોરોના ને હરાવવા અને મુક્તેશ્વર ડેમને પાણી થી ભરવામાં આવે તે માટે એક મહિનો મૌન ધારણ કર્યું છે.અને તેઓ કોરોના ને હરાવવા માટે તાલુકા ના લોકોની વ્હારે આવ્યા છે.

વડગામ તાલુકા ના લોકો મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી ચૂકયા છે.તેમ છતાં પણ ડેમ માં હજુ ટીપુ એ પાણી આવ્યું નથી. અને બીજી બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે.જેને લઇ લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.ત્યારે ડેમ ની બાજુ માં આવેલા ચામુંડા માતાજીના મહંત મધુરગીરી બાપુ વડગામ તાલુકાની વ્હારે આવ્યા છે. અને તેમણે ચૈત્ર વદ અમાસ ને સોમવારથી લઈ વૈશાખ વદ અમાસ સુધી મૌન વ્રત રાખ્યું છે.

મહંત મઘુરગિરિ બાપુએ જણાવ્યું હતું કે,તાલુકા ના લોકો મુક્તેશ્વર ડેમ માં પાણી નાખવા માટે સરકારને વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે તેમ છતાં કોઈજ સાંભળતું નથી અને નેતાઓ અને અધિકારીઓ આખ આડા કાન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...