તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વડગામમાં સાસરિયાંએ પરિણીતા પાસે દહેજ માંગી માર મારી કાઢી મુકતાં મોત

છાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છાપીની યુવતીનાં લગ્ન મજાદર ગામના યુવાન સાથે થયાં હતાં
  • પતિએ ચોટલો પકડી દિવાલ સાથે માથું ભટકાવ્યું, સારવાર દરમીયાન મોત

વડગામ તાલુકાના મજાદર ગામની પરિણીતાને પતિ સહિત સાસરિયાઓએ ત્રાસ આપી માર મારતા માથામાં ગંભીર ઇજાના કારણે પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન પરિણીતાનું કરૂણ મોત નિપજ્યું હતું. છાપીના હેમાભાઈ ભાટિયાની દીકરી પ્રવીણાના લગ્ન મજાદર ગામે થયા હતા. જોકે પતિ તેમજ સાસુ, સસરા અને દિયર દ્વારા વારંવાર દહેજને લઈ મારઝુંડ કરી ત્રાસ ગુજારવામાં આવતો હતો. ત્યારે 12 જૂનના રોજ પતિએ પિયરમાંથી રૂ. 50 હજાર લઈ આવવાનું કહી ચોટલો પકડી દીવાલ ઉપર માથું ભટકાવતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી તગેડી મૂકી હતી.

જેથી પીડિતાના ભાઈએ સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન પીડિતાનું સોમવાર સવારે કરુણ મોત નીપજ્યું હતું. જેથી સિવિલમાં પિયર પક્ષના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ન્યાયની માંગ કરી સાસરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી. પીડિત મહિલાના મોત બાદ મૃતુકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ બાબતે મહિલાના પતિ, સાસુ, સસરા અને દીયર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કોની-કોની સામે ફરિયાદ
કમલેશભાઈ મુળાભાઈ પરમાર (પતિ)
કાન્તાબેન મુળાભાઈ પરમાર (સાસુ)
મુળાભાઈ નાનજીભાઈ પરમાર (સસરા)
સુનિલભાઈ મુળાભાઈ પરમાર (દિયર)

અન્ય સમાચારો પણ છે...