તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:થુર ગામે તારો બાપ કેમ લગ્નમાં આવ્યો નથી તેમ કહેતા મારામારી

વડગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી

થુર ગામે તારો બાપ કેમ લગ્નમાં આવ્યો નથી તેમ કહેતા મારામારી થતાં ફરિયાદ નોંધાઈ હતી. થુર ગામે શુક્રવારે લાડુબેન ઠાકોરના ભત્રીજા કપૂરથી ધનાજી અને પત્ની રવિના બંને જણ ખેતરે ભેંસો દોવા ગયા હતા. તે વખતે દિયર લવજીજી પરથીજી, દેરાણી રેવીબેન ઠાકોર, જેઠ મોંઘાજી ઠાકોર અને જેઠાણી લીલાબેન ઠાકોર આ ચારેય જણ લાડૂબેન ઠાકોરને કહેવા લાગ્યા કે તમે કેમ પરબતજી શંકરજીના લગ્નમાં ગયા છે તેમ કહી લાડુબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી લાડુબેનએ બૂમાબૂમ કરતા બધા ત્યાંથી નાસી છૂટ્યા હતા અને જતાં જતા જાનથી મારી નાખીશું એમ કહેતા લાડૂબેનએ ચારેય સામે ગુનો નોંધાવ્યો હતો.

જ્યારે સામે પક્ષે લાડુબેનએ તારો બાપ કેમ પરબતજી ઠાકોરના લગ્નમાં આવેલ નથી. જેથી ચેતનાબેન ઠાકોરએ કહેલ કે નુતરું આપેલ નથી. જેને લઇ લાડૂબેન ઠાકોરએ ચેતનાબેન પર ઉશ્કેરાઈ જઈ ઠપકો આપવા જતા મોહનજી પરથીજી ઠાકોર પેટના ભાગે ફેંટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચેતનાબેનએ કપુરજી ધનાજી ઠાકોર, મોહનજી પરથીજી ઠાકોર, લાડૂબેન મોહનજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો