વિવાદ:વડગામમાં મતદાન મથક ઉપર ટોળાએ દેકારો મચાવતા પોલીસે બળપ્રયોગ કરતાં નાસભાગ

વડગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 63 પંચાયત 41 નું પરિણામ આવ્યું,22 ની ગણતરી ચાલુ

વડગામ તાલુકાની 63 પંચાયતના સરપંચ તથા સભ્યો માટેની ચૂંટણીની મતગણતરી મંગળવારના સવારે વડગામ વી.જે.પટેલ હાઇસ્કુલ ખાતે હાથ ધરવામાં આવી હતી. સવારથી જ તાલુકાભરમાંથી ઉમેદવારોના સમર્થકો વડગામ વી.જે.પટેલ હાઇસ્કૂલ ખાતે ઉમટી પડ્યા હતા. આખો દિવસ મતદાન મથક પર લોકોની ભારે ભીડ એકઠી થયેલી જોવા મળી રહી હતી. મતદાન મથક પર લોકોના ટોળાએ દેકારો મચાવતા પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા બળ પ્રયોગ કરાતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

સરપંચના જીતેલા ઉમેદવારોને લોકો ખભે બેસાડી ને અબીલ ગુલાલ ઉડાડીને વિજય સરઘસ સાથે વડગામ મતદાન મથકેથી પોતપોતાના ગામ જવા રવાના થયા હતા. વડગામ મામલતદારની રાહબારી હેઠળ વડગામ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જ્યારે નાંદોત્રામાં વોર્ડ નંબર-6 માં વાલીબેન બાબુભાઈ પરમાર 90 મત તથા મીનાબેન જગદીશકુમાર પરમારને 90 મત મળતાં બંને ઉમેદવારને સરખા મત મળતા ટાઇ પડી હતી. જેમાં ચિઠ્ઠી ઉછાળતા વાલીબેન બાબુભાઇ પરમારનો વિજય થયો હતો. તેમજ વડગામ તાલુકા મેગાળ ગામમાં સરપંચ દોશી પંકજભાઈ રતિલાલ વધુ મત થી વિજેતા થતા હતા. જેને લઇ ગામમાં વિરોધી જુથ ના લોકો ઉશ્કેરાઈ જતા આમને સામને આવી જતાં થોડીવાર માટે ગામમાં ચડભડ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...