ફરિયાદ:વડગામના મજાદર ગામે દારૂડિયા પતિએ લોકરક્ષક પત્નીને મારમાર્યો

છાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાપી પોલીસમાં મહિલાએ પતિ, સાસુ તેમજ દિયર સામે ફરિયાદ નોંધાવી
  • મહિલા હાલમાં વાપી ઉદ્યોગનગર પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે

વડગામ તાલુકાના મજાદરની પરિણીતા અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલાને પતિ દ્વારા મારઝૂડ કરાતાં પીડિત મહિલા પોલીસ કર્મીએ પતિ, સાસુ તેમજ દિયર વિરુદ્ધ શુક્રવારે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વડગામના ભરકાવાડા ગામના જેઠાભાઇ મોહનભાઈ રાઠોડની દીકરી કપિલાના લગ્ન આઠ વર્ષ અગાઉ મજાદરના નરેશભાઈ ભીખાભાઇ મકવાણા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન કપિલાબેને લોકરક્ષકની પરીક્ષા પાસ કરી પોલીસની નોકરી કરી હતી અને હાલમાં વાપી ઉદ્યોગનગર પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે.

મહિલા પોલીસના પતિ વારંવાર દારૂ પીને ઘરે આવી પૈસાની માંગણી કરી તું પોલીસ વાળી છે તો શું થઈ ગયું તારી પોલીસથી હું બીતો નથી અને તારી પોલીસ મારું શું ઉખાડી લેશે તેવી ધમકી આપી અપશબ્દો બોલી મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીત્રાસ ગુજારતો હતો. સાસુ તેમજ દિયરને ફરિયાદ કરતા તે પણ પતિની વાર લેતાં આખરે પીડિત મહિલા પોલીસ કપિલાબેને તેના પતિ નરેશભાઇ ભીખાભાઇ મકવાણા, દિયર કિરણભાઈ ભીખાભાઇ મકવાણા અને સાસુ હંસાબેન ભીખાભાઇ મકવાણા વિરુદ્ધ છાપી પોલીસ મથકે શુક્રવારે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...